ચૈતર વસાવાએ પોલીસ સામે લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ

ચૈતર વસાવાએ રેલી કાઢતા વસાવા અને આમ આદમી પાર્ટીના કાર્યકરો સામે પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. જેને લઈને ચૈતર વસાવાએ પોલીસ સામે તોડબાજીના આરોપ લગાવ્યા છે. વસાવાએ કહ્યું કે, પોલીસ દ્વારા કરવામાં આવતી તોડબાજીના વીડિયો મારી પાસે છે. જે પોલીસ દ્વારા હપ્તા લેવામાં આવે છે તેમની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ. જેલ ભરો આંદોલન શરુ કરીશું: ચૈતર વસાવા વસાવાએ કહ્યું કે, અમારી સામે દ્વેષ રાખી અમને મંજૂરી આપી ન હતી. અમે જેલ ભરો આંદોલન કરીશું. જેથી પોલીસે તૈયાર રહેવું જોઈએ. અમે પોલીસ વિભાગને કહેવા માગીએ છીએ કે, પદયાત્રા માટે 30 નવેમ્બરના રોજ અમે કલેક્ટર અને એસ.પી.ને જાણ કરી હતી. અને પ્રાંત અધિકારીને પણ અમે જાણ કરી હતી. કોઈપણ જાતના ચૂંટણી કે જાહેરનામા ના હોવા છતાં પોલીસ અધિકારીઓના નકારાત્મક અભિગમના લીધે અમને પરવાનગી આપવામાં આવી ન હતી. ત્યારે પીઆઈ ગોહીલ અને એસ.પી.ને કહેવા માગુ છું કે તમારા પોલીસ અધિકારીઓ હપ્તા ઉઘરાવતા હોય તેવા 35 વીડિયો મારી પાસે છે. જે હાલના તબક્કે જ હું તમને આપું છું. તમે તેમની સામે કાર્યવાહી કરો. અને તમે જે ખોટી એફઆઈઆર કરીને અમારો અવાજ દબાવવાની વાત કરી છે જે અવાજ આદિવાસીનો અવાજ છે, આ અવાજ ભરુચની જનતાનો અવાજ છે જે તમારા જેવા અધિકારીઓથી દબાવવાનો નથી. તમારી જેલ મોટી કરી દેજો અમે ટૂંક સમયમાં જેલ ભરો આંદોલન કરીશું.

ચૈતર વસાવાએ પોલીસ સામે લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ચૈતર વસાવાએ રેલી કાઢતા વસાવા અને આમ આદમી પાર્ટીના કાર્યકરો સામે પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. જેને લઈને ચૈતર વસાવાએ પોલીસ સામે તોડબાજીના આરોપ લગાવ્યા છે. વસાવાએ કહ્યું કે, પોલીસ દ્વારા કરવામાં આવતી તોડબાજીના વીડિયો મારી પાસે છે. જે પોલીસ દ્વારા હપ્તા લેવામાં આવે છે તેમની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ.

જેલ ભરો આંદોલન શરુ કરીશું: ચૈતર વસાવા

વસાવાએ કહ્યું કે, અમારી સામે દ્વેષ રાખી અમને મંજૂરી આપી ન હતી. અમે જેલ ભરો આંદોલન કરીશું. જેથી પોલીસે તૈયાર રહેવું જોઈએ. અમે પોલીસ વિભાગને કહેવા માગીએ છીએ કે, પદયાત્રા માટે 30 નવેમ્બરના રોજ અમે કલેક્ટર અને એસ.પી.ને જાણ કરી હતી. અને પ્રાંત અધિકારીને પણ અમે જાણ કરી હતી. કોઈપણ જાતના ચૂંટણી કે જાહેરનામા ના હોવા છતાં પોલીસ અધિકારીઓના નકારાત્મક અભિગમના લીધે અમને પરવાનગી આપવામાં આવી ન હતી. ત્યારે પીઆઈ ગોહીલ અને એસ.પી.ને કહેવા માગુ છું કે તમારા પોલીસ અધિકારીઓ હપ્તા ઉઘરાવતા હોય તેવા 35 વીડિયો મારી પાસે છે. જે હાલના તબક્કે જ હું તમને આપું છું. તમે તેમની સામે કાર્યવાહી કરો. અને તમે જે ખોટી એફઆઈઆર કરીને અમારો અવાજ દબાવવાની વાત કરી છે જે અવાજ આદિવાસીનો અવાજ છે, આ અવાજ ભરુચની જનતાનો અવાજ છે જે તમારા જેવા અધિકારીઓથી દબાવવાનો નથી. તમારી જેલ મોટી કરી દેજો અમે ટૂંક સમયમાં જેલ ભરો આંદોલન કરીશું.