'ગ્રેટ વોલ'તરીકે ઓળખાતા પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું વડોદરા ખાતે નિધન

વડોદરા, બુધવાર : ભારતીય ક્રિકેટ ટીમમાં "ગ્રેટ વોલ" તરીકે ઓળખાતા લેજેન્ડરી ક્રિકેટર અંશુમાન ગાયકવાડ નું આજે મોડી રાત્રે 72 વર્ષની વયે વડોદરા ખાતે નિધન થયું છે.અંશુમાન ગાયકવાડ લાંબા સમયથી બ્લડ કેન્સરની બીમારીથી પીડાતા હતા તેઓ સારવાર માટે લંડન પણ ગયા હતા અને ત્યાંથી બે મહિના પહેલા તેઓ વડોદરા આવ્યા હતા અહીં એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. દરમિયાન આજે બુધવારે મોડી સાંજે તેઓએ છેલ્લા શ્વાસ લીધા હતા.અંશુમાન ગાયકવાડના પિતા દત્તાજીરાવ ગાયકવાડ પણ ઇન્ડિયન ક્રિકેટ ટીમ તરફથી રમ્યા હતા અંશુમાન ગાયકવાડ 40 ઇન્ટરનેશનલ ટેસ્ટ મેચ અને 15 ઇન્ટરનેશનલ વન-ડે રમ્યા હતા.1974 માં વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં તેઓએ ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કર્યું હતું અને 1974 માં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ પછી તેઓએ ટેસ્ટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી જ્યારે 1975માં ઇંગ્લેન્ડ સામેની મેચમાં તેઓએ વન-ડેમાં ડેબ્યૂ કર્યું હતું અને 1987માં વેસ્ટ ઈન્ડિઝ સામેની છેલ્લી વનડે ઇન્ટરનેશનલ રમી હતી.ટેસ્ટ અને વન-ડેમાંથી નિવૃત્તિ બાદ અંશુમાન ગાયકવાડ બે વખત ઇન્ડિયન ક્રિકેટ ટીમના કોચ પણ રહી ચૂક્યા છે.તેમને યાદ કરતા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર કિરણ મોરે કહ્યું હતું કે અમે તેઓને જોઈને તેઓની સાથે રમીને ક્રિકેટ શીખ્યા હતા તેઓ સખત ડિસિપ્લિનમાં માનતા હતા. અંશુમાન ગાયકવાડ ની વિદાય એ બરોડા ક્રિકેટ અને ભારતીય ક્રિકેટ માટે મોટું નુકસાન છે.

'ગ્રેટ વોલ'તરીકે ઓળખાતા પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું વડોદરા ખાતે નિધન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


વડોદરા, બુધવાર : ભારતીય ક્રિકેટ ટીમમાં "ગ્રેટ વોલ" તરીકે ઓળખાતા લેજેન્ડરી ક્રિકેટર અંશુમાન ગાયકવાડ નું આજે મોડી રાત્રે 72 વર્ષની વયે વડોદરા ખાતે નિધન થયું છે.અં

શુમાન ગાયકવાડ લાંબા સમયથી બ્લડ કેન્સરની બીમારીથી પીડાતા હતા તેઓ સારવાર માટે લંડન પણ ગયા હતા અને ત્યાંથી બે મહિના પહેલા તેઓ વડોદરા આવ્યા હતા અહીં એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. દરમિયાન આજે બુધવારે મોડી સાંજે તેઓએ છેલ્લા શ્વાસ લીધા હતા.

અંશુમાન ગાયકવાડના પિતા દત્તાજીરાવ ગાયકવાડ પણ ઇન્ડિયન ક્રિકેટ ટીમ તરફથી રમ્યા હતા અંશુમાન ગાયકવાડ 40 ઇન્ટરનેશનલ ટેસ્ટ મેચ અને 15 ઇન્ટરનેશનલ વન-ડે રમ્યા હતા.

1974 માં વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં તેઓએ ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કર્યું હતું અને 1974 માં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ પછી તેઓએ ટેસ્ટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી જ્યારે 1975માં ઇંગ્લેન્ડ સામેની મેચમાં તેઓએ વન-ડેમાં ડેબ્યૂ કર્યું હતું અને 1987માં વેસ્ટ ઈન્ડિઝ સામેની છેલ્લી વનડે ઇન્ટરનેશનલ રમી હતી.

ટેસ્ટ અને વન-ડેમાંથી નિવૃત્તિ બાદ અંશુમાન ગાયકવાડ બે વખત ઇન્ડિયન ક્રિકેટ ટીમના કોચ પણ રહી ચૂક્યા છે.

તેમને યાદ કરતા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર કિરણ મોરે કહ્યું હતું કે અમે તેઓને જોઈને તેઓની સાથે રમીને ક્રિકેટ શીખ્યા હતા તેઓ સખત ડિસિપ્લિનમાં માનતા હતા. અંશુમાન ગાયકવાડ ની વિદાય એ બરોડા ક્રિકેટ અને ભારતીય ક્રિકેટ માટે મોટું નુકસાન છે.