World Youth Skill Day: રાજ્યકક્ષાના 23 વિજેતા ઉમેદવારોને ચેક અને પ્રમાણપત્ર અપાયા

દર વર્ષે 15 જુલાઈને 'વર્લ્ડ યુથ સ્કીલ ડે' તરીકે ઉજવવામાં આવે છેઈન્ડિયા સ્કીલ સ્પર્ધા-2024નું ગુજરાત રાજ્યમાં જિલ્લા લેવલ, ઝોન લેવલ અને રાજ્ય લેવલ એમ ત્રણ લેવલમાં આયોજન કરવામાં આવ્યું મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે આજ રોજ વર્લ્ડ સ્કિલ ડે નિમિતે રાજ્ય કક્ષાના 23 વિજેતા ઉમેદવારોને ચેક અને પ્રમાણપત્ર અપાયા યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 2014માં 15 જુલાઈને 'વર્લ્ડ યુથ સ્કીલ ડે' તરીકે ઉજવવાનું નક્કી કરેલુ છે. તે દિવસે યુવાનોને રોજગાર, યોગ્ય કાર્ય અને ઉદ્યોગ સાહસિકતા માટે કૌશલ્યોથી સજ્જ કરવાના વ્યૂહાત્મક મહત્વની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2024ના વર્લ્ડ યુથ સ્કીલ ડેની થીમ "શાંતિ અને વિકાસ માટે યુવા કૌશલ્ય" પર છે. જે શાંતિ નિર્માણ અને સંઘર્ષના નિરાકરણમાં યુવાનોની નિર્ણાયક ભૂમિકાને રેખાંકિત કરે છે. વર્લ્ડ સ્કીલ સ્પર્ધાનું દર બે વર્ષે આંતરરાષ્ટ્રીય કક્ષાએ કરવામાં આવે છે આયોજન વર્લ્ડ સ્કીલ એસોસિયેશન દ્વારા વર્લ્ડ સ્કીલ સ્પર્ધાનું દર બે વર્ષે આંતરરાષ્ટ્રીય કક્ષાએ આયોજન થાય છે. જે અનુસંધાને રાજયના યુવાઓમાં કૌશલ્ય શિક્ષણ પ્રત્યે અભિગમ કેળવાય અને રૂચિ વધે તે માટે ભારત સરકારના મિનિસ્ટ્રિ ઓફ સ્કીલ ડેવલોપમેન્ટ એન્ડ આંત્રપ્રિન્યોરશીપ મંત્રાલય હસ્તકના નેશનલ સ્કીલ ડેવલેપમેન્ટ કોર્પોરેશન (NSDC), દિલ્હી અને ઈન્ડસ્ટ્રીઝ પાર્ટનરના સહયોગથી રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળના ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ મિશન(જી.એસ.ડી.એમ.) દ્વારા એન.એસ.ડી.સી.ની ગાઈડલાઈન મુજબ ઈન્ડિયા સ્કીલ સ્પર્ધા-2024નું ગુજરાત રાજ્યમાં જિલ્લા લેવલ, ઝોન લેવલ અને રાજ્ય લેવલ એમ ત્રણ લેવલમાં આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાના 23 ઉમેદવારો અલગ અલગ સ્કીલ સ્પર્ધામાં ભાગ લેવા ગયા હતા જેમાં રાજ્ય કક્ષાના 23 પસંદગી પામેલા ઉમેદવારો કે જેઓ નેશનલ કક્ષાએ દિલ્હી, કર્ણાટક અને ગુજરાત ખાતે યોજાયેલી અલગ અલગ સ્કીલ સ્પર્ધામાં ભાગ લેવા ગયા હતા, જેમાં રાજ્ય કક્ષામાં ગુજરાત રાજયના 2 સ્પર્ધકોને ગોલ્ડ મેડલ, 2 સ્પર્ધકોને સિલ્વર મેડલ, 2 સ્પર્ધકોને બ્રોન્ઝ મેડલ તેમજ 7 સ્પર્ધકોને મેડલ ઓફ એક્સેલન્સ એમ કુલ 13 સ્પર્ધકોએ મેડલ મેળવ્યા છે. રાજ્યના 2 સ્પર્ધકો આગામી વર્લ્ડ સ્કીલ કોમ્પિટિશનમાં ભાગ લેવા ફ્રાંસના લિયોન શહેર ખાતે જશે ઈન્ડસ્ટ્રી 4.0માં નેશનલ કક્ષાએ ગોલ્ડ મેળવનાર ગુજરાત રાજ્યના 2 સ્પર્ધકો આગામી વર્લ્ડ સ્કીલ કોમ્પિટિશનમાં ભાગ લેવા ફ્રાંસના લિયોન શહેર ખાતે જવાના છે. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે આજ રોજ વર્લ્ડ સ્કિલ ડે નિમિતે રાજ્ય કક્ષાના 23 વિજેતા ઉમેદવારોને ચેક અને પ્રમાણપત્ર તથા 12 ઉમેદવારો કે જે નેશનલ કક્ષાના વિજેતાઓ છે તેઓને મેડલ્સ અને પ્રમાણપ્રત્ર વિતરણ કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં વિભાગના અધિક મુખ્ય સચિવ ડો.અંજુ શર્મા, કૌશલ્ય વિકાસના નિયામક અનુપમ આનંદ તેમજ રોજગાર અને તાલીમના નિયામક ગાર્ગી જૈન હાજર રહ્યા હતા. 

World Youth Skill Day: રાજ્યકક્ષાના 23 વિજેતા ઉમેદવારોને ચેક અને પ્રમાણપત્ર અપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દર વર્ષે 15 જુલાઈને 'વર્લ્ડ યુથ સ્કીલ ડે' તરીકે ઉજવવામાં આવે છે
  • ઈન્ડિયા સ્કીલ સ્પર્ધા-2024નું ગુજરાત રાજ્યમાં જિલ્લા લેવલ, ઝોન લેવલ અને રાજ્ય લેવલ એમ ત્રણ લેવલમાં આયોજન કરવામાં આવ્યું
  • મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે આજ રોજ વર્લ્ડ સ્કિલ ડે નિમિતે રાજ્ય કક્ષાના 23 વિજેતા ઉમેદવારોને ચેક અને પ્રમાણપત્ર અપાયા

યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 2014માં 15 જુલાઈને 'વર્લ્ડ યુથ સ્કીલ ડે' તરીકે ઉજવવાનું નક્કી કરેલુ છે. તે દિવસે યુવાનોને રોજગાર, યોગ્ય કાર્ય અને ઉદ્યોગ સાહસિકતા માટે કૌશલ્યોથી સજ્જ કરવાના વ્યૂહાત્મક મહત્વની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2024ના વર્લ્ડ યુથ સ્કીલ ડેની થીમ "શાંતિ અને વિકાસ માટે યુવા કૌશલ્ય" પર છે. જે શાંતિ નિર્માણ અને સંઘર્ષના નિરાકરણમાં યુવાનોની નિર્ણાયક ભૂમિકાને રેખાંકિત કરે છે.

વર્લ્ડ સ્કીલ સ્પર્ધાનું દર બે વર્ષે આંતરરાષ્ટ્રીય કક્ષાએ કરવામાં આવે છે આયોજન

વર્લ્ડ સ્કીલ એસોસિયેશન દ્વારા વર્લ્ડ સ્કીલ સ્પર્ધાનું દર બે વર્ષે આંતરરાષ્ટ્રીય કક્ષાએ આયોજન થાય છે. જે અનુસંધાને રાજયના યુવાઓમાં કૌશલ્ય શિક્ષણ પ્રત્યે અભિગમ કેળવાય અને રૂચિ વધે તે માટે ભારત સરકારના મિનિસ્ટ્રિ ઓફ સ્કીલ ડેવલોપમેન્ટ એન્ડ આંત્રપ્રિન્યોરશીપ મંત્રાલય હસ્તકના નેશનલ સ્કીલ ડેવલેપમેન્ટ કોર્પોરેશન (NSDC), દિલ્હી અને ઈન્ડસ્ટ્રીઝ પાર્ટનરના સહયોગથી રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળના ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ મિશન(જી.એસ.ડી.એમ.) દ્વારા એન.એસ.ડી.સી.ની ગાઈડલાઈન મુજબ ઈન્ડિયા સ્કીલ સ્પર્ધા-2024નું ગુજરાત રાજ્યમાં જિલ્લા લેવલ, ઝોન લેવલ અને રાજ્ય લેવલ એમ ત્રણ લેવલમાં આયોજન કરવામાં આવ્યું હતું.

રાજ્યકક્ષાના 23 ઉમેદવારો અલગ અલગ સ્કીલ સ્પર્ધામાં ભાગ લેવા ગયા હતા

જેમાં રાજ્ય કક્ષાના 23 પસંદગી પામેલા ઉમેદવારો કે જેઓ નેશનલ કક્ષાએ દિલ્હી, કર્ણાટક અને ગુજરાત ખાતે યોજાયેલી અલગ અલગ સ્કીલ સ્પર્ધામાં ભાગ લેવા ગયા હતા, જેમાં રાજ્ય કક્ષામાં ગુજરાત રાજયના 2 સ્પર્ધકોને ગોલ્ડ મેડલ, 2 સ્પર્ધકોને સિલ્વર મેડલ, 2 સ્પર્ધકોને બ્રોન્ઝ મેડલ તેમજ 7 સ્પર્ધકોને મેડલ ઓફ એક્સેલન્સ એમ કુલ 13 સ્પર્ધકોએ મેડલ મેળવ્યા છે.

રાજ્યના 2 સ્પર્ધકો આગામી વર્લ્ડ સ્કીલ કોમ્પિટિશનમાં ભાગ લેવા ફ્રાંસના લિયોન શહેર ખાતે જશે

ઈન્ડસ્ટ્રી 4.0માં નેશનલ કક્ષાએ ગોલ્ડ મેળવનાર ગુજરાત રાજ્યના 2 સ્પર્ધકો આગામી વર્લ્ડ સ્કીલ કોમ્પિટિશનમાં ભાગ લેવા ફ્રાંસના લિયોન શહેર ખાતે જવાના છે. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે આજ રોજ વર્લ્ડ સ્કિલ ડે નિમિતે રાજ્ય કક્ષાના 23 વિજેતા ઉમેદવારોને ચેક અને પ્રમાણપત્ર તથા 12 ઉમેદવારો કે જે નેશનલ કક્ષાના વિજેતાઓ છે તેઓને મેડલ્સ અને પ્રમાણપ્રત્ર વિતરણ કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં વિભાગના અધિક મુખ્ય સચિવ ડો.અંજુ શર્મા, કૌશલ્ય વિકાસના નિયામક અનુપમ આનંદ તેમજ રોજગાર અને તાલીમના નિયામક ગાર્ગી જૈન હાજર રહ્યા હતા.