ગોંડલમાં એ સમયે પોપટભાઈએ ગુંડાગીરી સામે મોટી ઝુંબેશ શરૂ કરી હતી, હવે સાડા ત્રણ દાયકા બાદ ફરી રાજકારણમાં અશાંતિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Gondal Politics: ગોંડલમાં સાડા ત્રણ દાયકા પહેલા તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયાની સરાજાહેર કરાયેલી હત્યાનાં કેસ બાદ સ્થાનિક રાજકારણમાં વારંવાર ગરમાવો આવે છે અને અશાંતિનો માહોલ પણ સર્જાતો રહે છે, એ ઘટનાચક્રમાં આજે એક નવો વળાંક આવ્યો છે. જેમાં મુખ્ય આરોપી એવા રીબડાના ક્ષત્રિય આગેવાન અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાને આજીવન કેદની સજામાંથી વર્ષ 2018માં એનકેન પ્રકારે થયેલી સજામાફી હાઈકોર્ટે રદ કરીને એક મહિનામાં સરેન્ડર કરવાનો આદેશ કર્યો છે. જેના પગલે ગોંડલનાં રાજકારણમાં ફરી એક વખત ગરમાવો આવી ગયો છે.
તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયા બાહુબલી નેતા હતા
ગોંડલના સાડા ત્રણ દાયકા પહેલાના રાજકારણની વાત કરીએ તો તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયા લોકપ્રિય ખેડૂત અગ્રણી સાથે બાહુબલી નેતા પણ હતા.
What's Your Reaction?






