ગેસનો બાટલો ચોરી કર્યાનો આક્ષેપ મુકીને યુવકને બાંધીને મોતને ઘાટ ઉતારાયો
અમદાવાદ, રવિવારઅમદાવાદ જિલ્લાના લાંભા અને આસપાસના વિસ્તારમાં છુટક મજુરી કરીને ગુજરાન ચલાવતા યુવક પર ગેસના સિલિન્ડરની ચોરી કર્યાનો આરોપ મુકીને એક મહિલા સહિત પાંચ લોકોએ બેરહેમીપૂર્વક માર મારીને મોતને ઘાટ ઉતાર્યાની ઘટના સામે આવી છે. સાત દિવસ પહેલા અસલાલી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ગીરમકા ગામ પાસે મળેવી આવેલી બિનવારસી લાશની તપાસ કરતા પોલીસે સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલ્યો હતો. અસલાલી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ગીરમકા ગામની હદમાં એક યુવકનો મૃતદેહ બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. જેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો હતો કે માર મારતા તેનું મોત થયું હતું. જેના આધારે પીએસઆઇ ડી બી પટેલે તપાસ શરૂ કરી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ, રવિવાર
અમદાવાદ જિલ્લાના લાંભા અને આસપાસના વિસ્તારમાં છુટક મજુરી કરીને ગુજરાન ચલાવતા યુવક પર ગેસના સિલિન્ડરની ચોરી કર્યાનો આરોપ મુકીને એક મહિલા સહિત પાંચ લોકોએ બેરહેમીપૂર્વક માર મારીને મોતને ઘાટ ઉતાર્યાની ઘટના સામે આવી છે. સાત દિવસ પહેલા અસલાલી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ગીરમકા ગામ પાસે મળેવી આવેલી બિનવારસી લાશની તપાસ કરતા પોલીસે સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલ્યો હતો. અસલાલી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ગીરમકા ગામની હદમાં એક યુવકનો મૃતદેહ બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. જેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો હતો કે માર મારતા તેનું મોત થયું હતું.
જેના આધારે પીએસઆઇ ડી બી પટેલે તપાસ શરૂ કરી હતી.