સુરતમાં આગની ધટના બાદ મિલ્કતો સીલ કરવાનો સિલસિલો યથાવત, બીજા દિવસે ફાયર સેફ્ટી વગરની હોસ્પિટલ, હોટલ અને કોમ્પમ્લેક્ષને કર્યા સીલ
Surat Corporation : સુરત પાલિકાના અઠવા ઝોનમાં લાગેલી આગ બાદ પોલીસ કાર્યવાહી કડક થઈ રહી છે તેથી પાલિકાએ પણ હાલ અપૂરતી ફાયર સુવિધાવાળી હોટલ શોધવાની કામગીરી હાથ ધરી છે. ગઈકાલે પાલિકાના ફાયર વિભાગે 8 હોટલ, 1 હોસ્પિટલ અને 2 જીમ સીલ કરવાની કામગીરી કરી હતી. ત્યારબાદ બીજા દિવસે આજે મંગળવારે એક હોસ્પિટલ, ચાર હોટલ સહિત પાલિકાએ બે કોમ્પ્લેક્ષ, ભંગારની દુકાન, મેડિકલ સહિતની અનેક મિલકતો સીલ કરવા સાથે નોટિસ પણ ફટકારી છે. ગઈકાલે પાલિકાએ અઠવા, સેન્ટ્રલ અને રાંદેર ઝોનમાં આઠ હોટલ અને બે જીમમાં ફાયર સિસ્ટમનો અભાવ નજરે પડતા સીલીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાલિકાના ફાયર વિભાગની 9 ટીમો દ્વારા શહેરના ઉધના, કતારગામ અને સેન્ટ્રલ ઝોન સહિત રાંદેર ઝોનમાં હાથ ધરવામાં આવેલ તપાસ દરમિયાન 23 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Surat Corporation : સુરત પાલિકાના અઠવા ઝોનમાં લાગેલી આગ બાદ પોલીસ કાર્યવાહી કડક થઈ રહી છે તેથી પાલિકાએ પણ હાલ અપૂરતી ફાયર સુવિધાવાળી હોટલ શોધવાની કામગીરી હાથ ધરી છે. ગઈકાલે પાલિકાના ફાયર વિભાગે 8 હોટલ, 1 હોસ્પિટલ અને 2 જીમ સીલ કરવાની કામગીરી કરી હતી. ત્યારબાદ બીજા દિવસે આજે મંગળવારે એક હોસ્પિટલ, ચાર હોટલ સહિત પાલિકાએ બે કોમ્પ્લેક્ષ, ભંગારની દુકાન, મેડિકલ સહિતની અનેક મિલકતો સીલ કરવા સાથે નોટિસ પણ ફટકારી છે.
ગઈકાલે પાલિકાએ અઠવા, સેન્ટ્રલ અને રાંદેર ઝોનમાં આઠ હોટલ અને બે જીમમાં ફાયર સિસ્ટમનો અભાવ નજરે પડતા સીલીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાલિકાના ફાયર વિભાગની 9 ટીમો દ્વારા શહેરના ઉધના, કતારગામ અને સેન્ટ્રલ ઝોન સહિત રાંદેર ઝોનમાં હાથ ધરવામાં આવેલ તપાસ દરમિયાન 23 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે.