Vadgam: મજાદર શાળાના આચાર્યએ નિયામકનો નકલી પત્ર બનાવતાં સસ્પેન્ડ
વડગામ તાલુકાના મજાદર પ્રા. શાળાના આચાર્યએ ગાંધીનગર શિક્ષણ નિયામકનો નકલી પત્ર બનાવી તેમાં નકલી સહી કરી એક શિક્ષકને પત્ર આપ્યો હોવાનું સામે આવ્યું છે. જેને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. આ આચાર્ય સામે અગાઉ શિષ્યવૃતિની ઉચાપતની તપાસ પણ ચાલી રહી હોવાનું સામે આવી રહ્યું છે. વડગામ તાલુકાની મજાદર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આચાર્ય બ્રિજેશ પરમારે તેમની ફરજ દરમિયાન શિક્ષણ નિયામકનો ખોટો પત્ર અને સહી કરી શિક્ષકની બદલી કરવા પત્ર આપ્યો હોવાનું સામે આવ્યું છે. આચાર્ય બ્રિજેશ પરમારએ ખુલાસો કર્યો બનાસકાંઠા જિલ્લાના વડગામના મજાદર પ્રાથમિક શાળાના આચાર્યએ નકલી નિયામકના પત્ર મુદ્દે ખુલાસો કરતા જણાવ્યું કે, મારૂ રાજકીય કદ વધી રહ્યું છે એટલે મારી પર આવા કાવતરા થઇ રહ્યા છે. મેં કોઈ જ પત્ર કે કંઈ જ કર્યું નથી મને ફસાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. ઊંઝામાં થયેલી ફરિયાદમાં પણ મને ફસાવવાનો પ્રયાસ હતો. અત્યારે હું પણ તપાસ કરી રહ્યો છું કે કોણે આ કરાવ્યું. નિર્ણય આવ્યા બાદ હું આગળ પગલાં ભરીશ. શું મુદ્દો છે? બનાસકાંઠાના વડગામની મજાદર પ્રાથમિક શાળાના શિક્ષક બ્રિજેશ પરમારે શિક્ષણ વિભાગના સચિવના સહી અને સિક્કા કરી બદલીનો નકલી ઓર્ડર બનાવ્યો હતો. હાલ બદલીનો કેમ્પ યોજાયો હતો, જેમાં શિક્ષકોની બદલી કરવામાં આવી હતી. ત્યાર બાદ મજાદર પ્રાથમિક શાળાના શિક્ષક બ્રિજેશ પરમારે નકલી સહી-સિક્કા સાથેનો ઓર્ડર બનાવી થરાદની ડુવા પ્રાથમિક શાળાના શિક્ષકને આ ઓર્ડર આપી દીધો હતો. આ શિક્ષક જ્યારે જેતે સમયે બદલીના ઓર્ડર મુજબ અન્ય શાળામાં હાજર થવા ગયા ત્યારે આ ઘટનાનો પર્દાફાશ થયો હતો.વડગામના સસ્પેન્ડ આચાર્યએ બનાવેલો ઓર્ડર સામે આવ્યો બનાસકાંઠા જિલ્લાના મજાદરની પ્રાથમિક શાળાના એચ ટાટ આચાર્ય દ્વારા સંયુક્ત સચિવની નકલી સહી કરી ઓર્ડર આપવા મુદ્દે શિક્ષણ વિભાગના સંયુક્ત સચિવની નકલી સહી કરી નકલી લેટર બનાવી ડુવા પ્રાથમિક શાળાની શિક્ષિકા મીનાબેન પટેલને બદલીનો ઓર્ડર અપાયો હતો. સંયુક્ત સચિવ જયશ્રી દેવાંગની નકલી સહી કરી ઓર્ડર આપ્યો હતો જે ઓર્ડર સામે આવ્યો છે. ડુવા પ્રાથમિક શાળાથી અમદાવાદ નગરપાલિકાની પ્રાથમિક શાળામાં બદલીનો નકલી ઓર્ડર તૈયાર કરાયો હતો પ્રાથમિક શિક્ષણ વિભાગ શિક્ષણ મંત્રી શિક્ષણ નિયામકને પણ નકલ રવાના કરાઈ હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડગામ તાલુકાના મજાદર પ્રા. શાળાના આચાર્યએ ગાંધીનગર શિક્ષણ નિયામકનો નકલી પત્ર બનાવી તેમાં નકલી સહી કરી એક શિક્ષકને પત્ર આપ્યો હોવાનું સામે આવ્યું છે. જેને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. આ આચાર્ય સામે અગાઉ શિષ્યવૃતિની ઉચાપતની તપાસ પણ ચાલી રહી હોવાનું સામે આવી રહ્યું છે.
વડગામ તાલુકાની મજાદર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આચાર્ય બ્રિજેશ પરમારે તેમની ફરજ દરમિયાન શિક્ષણ નિયામકનો ખોટો પત્ર અને સહી કરી શિક્ષકની બદલી કરવા પત્ર આપ્યો હોવાનું સામે આવ્યું છે.
આચાર્ય બ્રિજેશ પરમારએ ખુલાસો કર્યો
બનાસકાંઠા જિલ્લાના વડગામના મજાદર પ્રાથમિક શાળાના આચાર્યએ નકલી નિયામકના પત્ર મુદ્દે ખુલાસો કરતા જણાવ્યું કે, મારૂ રાજકીય કદ વધી રહ્યું છે એટલે મારી પર આવા કાવતરા થઇ રહ્યા છે. મેં કોઈ જ પત્ર કે કંઈ જ કર્યું નથી મને ફસાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. ઊંઝામાં થયેલી ફરિયાદમાં પણ મને ફસાવવાનો પ્રયાસ હતો. અત્યારે હું પણ તપાસ કરી રહ્યો છું કે કોણે આ કરાવ્યું. નિર્ણય આવ્યા બાદ હું આગળ પગલાં ભરીશ.
શું મુદ્દો છે?
બનાસકાંઠાના વડગામની મજાદર પ્રાથમિક શાળાના શિક્ષક બ્રિજેશ પરમારે શિક્ષણ વિભાગના સચિવના સહી અને સિક્કા કરી બદલીનો નકલી ઓર્ડર બનાવ્યો હતો. હાલ બદલીનો કેમ્પ યોજાયો હતો, જેમાં શિક્ષકોની બદલી કરવામાં આવી હતી. ત્યાર બાદ મજાદર પ્રાથમિક શાળાના શિક્ષક બ્રિજેશ પરમારે નકલી સહી-સિક્કા સાથેનો ઓર્ડર બનાવી થરાદની ડુવા પ્રાથમિક શાળાના શિક્ષકને આ ઓર્ડર આપી દીધો હતો. આ શિક્ષક જ્યારે જેતે સમયે બદલીના ઓર્ડર મુજબ અન્ય શાળામાં હાજર થવા ગયા ત્યારે આ ઘટનાનો પર્દાફાશ થયો હતો.
વડગામના સસ્પેન્ડ આચાર્યએ બનાવેલો ઓર્ડર સામે આવ્યો
બનાસકાંઠા જિલ્લાના મજાદરની પ્રાથમિક શાળાના એચ ટાટ આચાર્ય દ્વારા સંયુક્ત સચિવની નકલી સહી કરી ઓર્ડર આપવા મુદ્દે શિક્ષણ વિભાગના સંયુક્ત સચિવની નકલી સહી કરી નકલી લેટર બનાવી ડુવા પ્રાથમિક શાળાની શિક્ષિકા મીનાબેન પટેલને બદલીનો ઓર્ડર અપાયો હતો. સંયુક્ત સચિવ જયશ્રી દેવાંગની નકલી સહી કરી ઓર્ડર આપ્યો હતો જે ઓર્ડર સામે આવ્યો છે. ડુવા પ્રાથમિક શાળાથી અમદાવાદ નગરપાલિકાની પ્રાથમિક શાળામાં બદલીનો નકલી ઓર્ડર તૈયાર કરાયો હતો પ્રાથમિક શિક્ષણ વિભાગ શિક્ષણ મંત્રી શિક્ષણ નિયામકને પણ નકલ રવાના કરાઈ હતી.