Ahmedabad શહેર પોલીસ કમિશનરે અલગ-અલગ 4 મુદ્દે બહાર પાડયું જાહેરનામું, વાંચો સ્ટોરી

અમદાવાદ શહેર પોલીસ કમિશનરે અલગ-અલગ ચાર મુદ્દાઓને લઈ જાહેરનામું બહાર પાડયું છે જેમાં ધ્વનિ પ્રદૂષણ,સ્પા,હથિયારબંધી અને ભાડુઆતને લઈ જાહેરનામું બહાર પાડયું છે.આ જાહેરનામનો કોઈ પણ ભંગ કરશે તેની સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે. ભાડુઆતને લઈ જાહેરનામું ગુપ્તચર સંસ્થાઓના અહેવાલો અને અમુક બનાવોથી જણાય છે કે, ત્રાસવાદી/ ગુનેગાર તત્વો અમદાવાદ શહેરના રહેણાંક વિસ્તારમાં ગુપ્ત રીતે આશરો મેળવી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરે તેમજ માનવ જિંદગીની ખુવારી થાય અને લોકોની સંપત્તિને નુકશાન પહોંચાડે તેવી શક્યતાઓ રહેલી છે.આગામી દિવસોમાં દિવાળી તેમજ રાષ્ટ્રીય તહેવારો આવનાર હોવાથી, આવા તહેવારોના સમયગાળા દરમિયાન આંતકવાદીઓ તથા ગુનેગારો અન્ય શહેર, રાજય કે દેશમાંથી આવી કોઈના મકાન ભાડે રાખીને અમદાવાદમાં રહી સ્થાનિક જગ્યા વિગેરેનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઈને તેઓની ત્રાસવાદી તથા ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપવાની શક્યતા નકારી શકાય નહી.ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા (BNSS) -૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબ મળેલ સત્તાની રૂએ અમદાવાદ શહેર વિસ્તારમાં કોઇ મકાન/ ઔદ્યોગિક એકમો/ ઓફીસો/ દુકાનો/ગોડાઉનો/ કોલ્ડ સ્ટોરેજોનાં માલિકો અગર તો આ માટે આવા મકાન માલીકે ખાસ સત્તા આપેલ વ્યકિત/સંચાલકો જયારે, મકાન/ઔદ્યોગિક-એકમો/ ઓફીસો/ દુકાનો/ ગોડાઉનો/ કોલ્ડ સ્ટોરેજનાં માલિકો મકાન ભાડે આપે ત્યારે સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કર્યા સિવાય કોઇ વ્યકિતને ભાડે આપી શકશે નહિ, ભાડે આપેલ મકાનની વિગત, ભાડુઆત અને સંબંધિત સંચાલક કે જેઓએ ભાડુઆતની ઓળખાણ આપેલ હોય તે અંગેની જરૂરી માહિતી નીચેના કોલમો મુજબ જે તે વિસ્તારનાં પોલીસ સ્ટેશન ખાતે આપવાની રહેશે.આ હુકમ અન્વયે અમદાવાદ કમિશ્નરેટમાં ફરજ બજાવતા અનાર્મ હેડ.કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના દરજ્જાના તમામ પોલીસ અધિકારીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર ઇસમો સામે સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)-૨૦૨૩ ની કલમ -૨૨૩ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે. હથિયારબંધીને લઈ જાહેરનામું અમદાવાદ શહેરના અમુક પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કેટલાક આરોપીઓ દ્વારા તલવાર/ છરી/ ચપ્પુ/ ગુપ્તી લોખંડની પાઈપ જેવા હથિયારો વડે હુમલાઓ કરી ખૂન, ખૂનની કોશિષ તેમજ મહાવ્યથાના ગંભીર પ્રકારના ગુનાઓને અંજામ આપતા હોય છે. આમ, અમદાવાદ શહેર વિસ્તારમાં બનતા ગુનાઓમાં ગેરકાયદેસર હથિયારો દ્વારા અમુક કિસ્સાઓમાં શરીર સબંધી ગંભીર પ્રકારના ગુનાઓ બનતા હોવાનું ધ્યાને આવેલ છે. શહેરમાં જાહેર સુલેહ શાંતિ અને સલામતી જળવાય રહે તેમજ આરોપીઓ ગંભીર ગુનાને અંજામ આપતાં અટકે અને ભયમુકત વાતાવરણ બની રહે, લોકોના જાનમાલનું રક્ષણ થાય, જાહેર જગ્યામાં ગેર-બંદોબસ્ત અટકે, બિભત્સ ભાષા અને વ્યવહાર તેમજ ઉશ્કેરણીજનક ભાષણોથી સુરૂચિ ભંગ થવાના તેમજ ગુનાહિત કૃત્યો થવાની સંભાવનાને નિવારવા જાહેર જગ્યામાં ગેર-બંદોબસ્ત અટકાવવા તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે સારૂ આવા હથિયારો તથા આવા કૃત્યો ઉપર પ્રતિબંધ મુકવાની જરૂર જણાય છે.અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં તા.૨૯/૧૦/૨૦૨૪ ના કલાક ૦૦/૦૦ થી તા.૧૨/૧૧/૨૦૨૪ ના કલાક ૨૪/૦૦ સુધી નીચે દર્શાવેલ કૃત્યો ઉપર પ્રતિબંધ ફરમાવું છું. -: કૃત્યો:- (ક) શસ્ત્રો, તલવાર, ભાલા, બંદુક, ખંજર તથા સામાન્ય રીતે રામપુરી બનાવટવાળા કોઇપણ જાતના ચપ્પુ જે અઢી ઈંચથી વધારે લાંબુ, છેડેથી અણીવાળુ પાનુ હોય તેવા ચપ્પા સાથે રાખી ફરવાની અને તેવી બીજી કોઇ ચીજો લઈ જવાની. (ખ) પરવાનાવાળા હથીયારો લઈ જાહેર જગ્યાઓએ જવા, હવામાં ફાયર કરવા તેમજ સામાજિક મેળાવડા, ધાર્મિક સરઘસ કે વ્યક્તિઓના સમુદાયમાં લઈ જવા ઉપર. (ગ) કોઇપણ ક્ષયધર્મી (શરીરને હાનિકારક) અથવા સ્ફોટક પદાર્થ લઇ જવાની. (ઘ) પથ્થર અથવા બીજા શસ્ત્રો અથવા ફેંકવાના અથવા નાંખવાના યંત્રો અથવા સાધનો લઇ જવાની એકઠા કરવાની તથા તૈયાર કરવાની. (ચ) સળગતી કે પેટાવેલી મશાલ સરઘસ સાથે રાખવાની. (છ) વ્યક્તિ અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવાની. ધ્વનિ પ્રદૂષણને લઈ જાહેરનામું અમદાવાદ શહેરમાં કોઈ પણ પ્રકારની જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય અને જાહેર શાંતિ સલામતિ અને કાયદા પ્રત્યે માન જળવાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે,દરેક માઈક સીસ્ટમવાળાએ અવાજના પ્રદુષણને અટકાવવા અંગે નામદાર સુપ્રીમકોર્ટના વખતો વખતના ચુકાદાના નિર્દેશો તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પર્યાવરણ ભવનના નં.ગુપ્રનિબોર્ડ/નોઈસ/યુનિટ- ૪/જન-પીએન-૫/૫૧૨૫૨/તા.૧૪/૦૫/૨૦૧૦ થી ધોંધાટ ઉત્તપન્ન કરતા અને નિપજાવતા શ્રોતોના નિયંત્રણ અને નિયમન માટે ભારત સરકારના પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા પર્યાવરણ (સુરક્ષા) અધિનિયમ-૧૯૮૬ ની કલમ- ૬ તથા ૨૫ હેઠળ ધ્વનિ પ્રદુષણ (નિયમન અને નિયંત્રણ) નિયમો-ર૦૦૦ નું તા.૧૪-ફેબ્રુઆરી-ર૦૦૦ નું જાહેરનામું પ્રસિધ્ધ કરાયેલ છે. જેમાં તા.૧૧/૧/૨૦૧૦ ના રોજ આ નિયમોમાં સુધારો કરવામાં આવેલ છે. જે પ્રમાણે ધ્વનિ પ્રદુષણ નિયમો-ર૦૦૦ અન્વયે ધ્વનિની માત્રાના ધોરણો નીચે મુજબ નકકી કરવામાં આવેલ છે તેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.સ્પાને લઈ જાહેરનામું શહેરના રહેણાંક વિસ્તારમાં તથા ઔદ્યોગીક વિસ્તારોમાં સ્પા/ મસાજ પાર્લર ચલાવવાની આડમાં નશીલા કેફી દ્રવ્યોનું સેવન તથા દેહવેપાર તથા અન્ય ગેરકાયદે કૃત્યો ચલાવતા હોવાનું જણાઇ આવેલ છે. કેટલાક અસામાજીક તત્વો આવા સ્પા/મસાજ પાર્લર ની આડમાં ગુનાહિત કૃત્યો કરી જાહેર સલામતી અને શાંતીનો ભંગ કરતા હોવાનું જણાઇ આવેલ છે.જેથી સ્પા/મસાજ પાર્લરોની આડમાં ગુન્હાહીત કૃત્યો અટકાવવા સારૂ સ્પા/મસાજ પાર્લરોની માહીતી જે તે વિસ્તારના પોલીસ સ્ટેશન પાસે હોવી જરૂરી છે.વાસ્તે હું જી. એસ. મલિક પોલીસ કમિશ્નર, અમદાવાદ શહેર (ગુજરાત રાજ્યના ગૃહ વિભાગના તા.૦૮/૧૧/૮૨ ના નોટીફીકેશન નં.જીજી/ ૪૨૨/ સીઆરસી /૧૦૮૨/૧૦૮૦-એમ તથા ગૃહ વિભાગના તા.૦૭/૦૧/૧૯૮૯ ના સંકલીત જાહેરનામા નં.જીજી/ ૬/ ફકઅ / ૧૦૮૮/ ૬૭૫૦/મ) અન્વયે મને ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા (BNSS) -૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબ મળેલ સત્તાની રૂએ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર વિસ્તારમાં સ્પા/મસાજ પાર્લરોના માલીકો અગરતો આ માટે આવા સ્પા/ મસાજ પાર્લરના સંચાલક

Ahmedabad શહેર પોલીસ કમિશનરે અલગ-અલગ 4 મુદ્દે બહાર પાડયું જાહેરનામું, વાંચો સ્ટોરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેર પોલીસ કમિશનરે અલગ-અલગ ચાર મુદ્દાઓને લઈ જાહેરનામું બહાર પાડયું છે જેમાં ધ્વનિ પ્રદૂષણ,સ્પા,હથિયારબંધી અને ભાડુઆતને લઈ જાહેરનામું બહાર પાડયું છે.આ જાહેરનામનો કોઈ પણ ભંગ કરશે તેની સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે.

ભાડુઆતને લઈ જાહેરનામું

ગુપ્તચર સંસ્થાઓના અહેવાલો અને અમુક બનાવોથી જણાય છે કે, ત્રાસવાદી/ ગુનેગાર તત્વો અમદાવાદ શહેરના રહેણાંક વિસ્તારમાં ગુપ્ત રીતે આશરો મેળવી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરે તેમજ માનવ જિંદગીની ખુવારી થાય અને લોકોની સંપત્તિને નુકશાન પહોંચાડે તેવી શક્યતાઓ રહેલી છે.આગામી દિવસોમાં દિવાળી તેમજ રાષ્ટ્રીય તહેવારો આવનાર હોવાથી, આવા તહેવારોના સમયગાળા દરમિયાન આંતકવાદીઓ તથા ગુનેગારો અન્ય શહેર, રાજય કે દેશમાંથી આવી કોઈના મકાન ભાડે રાખીને અમદાવાદમાં રહી સ્થાનિક જગ્યા વિગેરેનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઈને તેઓની ત્રાસવાદી તથા ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપવાની શક્યતા નકારી શકાય નહી.ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા (BNSS) -૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબ મળેલ સત્તાની રૂએ અમદાવાદ શહેર વિસ્તારમાં કોઇ મકાન/ ઔદ્યોગિક એકમો/ ઓફીસો/ દુકાનો/ગોડાઉનો/ કોલ્ડ સ્ટોરેજોનાં માલિકો અગર તો આ માટે આવા મકાન માલીકે ખાસ સત્તા આપેલ વ્યકિત/સંચાલકો જયારે, મકાન/ઔદ્યોગિક-એકમો/ ઓફીસો/ દુકાનો/ ગોડાઉનો/ કોલ્ડ સ્ટોરેજનાં માલિકો મકાન ભાડે આપે ત્યારે સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કર્યા સિવાય કોઇ વ્યકિતને ભાડે આપી શકશે નહિ, ભાડે આપેલ મકાનની વિગત, ભાડુઆત અને સંબંધિત સંચાલક કે જેઓએ ભાડુઆતની ઓળખાણ આપેલ હોય તે અંગેની જરૂરી માહિતી નીચેના કોલમો મુજબ જે તે વિસ્તારનાં પોલીસ સ્ટેશન ખાતે આપવાની રહેશે.આ હુકમ અન્વયે અમદાવાદ કમિશ્નરેટમાં ફરજ બજાવતા અનાર્મ હેડ.કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના દરજ્જાના તમામ પોલીસ અધિકારીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર ઇસમો સામે સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)-૨૦૨૩ ની કલમ -૨૨૩ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

હથિયારબંધીને લઈ જાહેરનામું

અમદાવાદ શહેરના અમુક પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કેટલાક આરોપીઓ દ્વારા તલવાર/ છરી/ ચપ્પુ/ ગુપ્તી લોખંડની પાઈપ જેવા હથિયારો વડે હુમલાઓ કરી ખૂન, ખૂનની કોશિષ તેમજ મહાવ્યથાના ગંભીર પ્રકારના ગુનાઓને અંજામ આપતા હોય છે. આમ, અમદાવાદ શહેર વિસ્તારમાં બનતા ગુનાઓમાં ગેરકાયદેસર હથિયારો દ્વારા અમુક કિસ્સાઓમાં શરીર સબંધી ગંભીર પ્રકારના ગુનાઓ બનતા હોવાનું ધ્યાને આવેલ છે. શહેરમાં જાહેર સુલેહ શાંતિ અને સલામતી જળવાય રહે તેમજ આરોપીઓ ગંભીર ગુનાને અંજામ આપતાં અટકે અને ભયમુકત વાતાવરણ બની રહે, લોકોના જાનમાલનું રક્ષણ થાય, જાહેર જગ્યામાં ગેર-બંદોબસ્ત અટકે, બિભત્સ ભાષા અને વ્યવહાર તેમજ ઉશ્કેરણીજનક ભાષણોથી સુરૂચિ ભંગ થવાના તેમજ ગુનાહિત કૃત્યો થવાની સંભાવનાને નિવારવા જાહેર જગ્યામાં ગેર-બંદોબસ્ત અટકાવવા તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે સારૂ આવા હથિયારો તથા આવા કૃત્યો ઉપર પ્રતિબંધ મુકવાની જરૂર જણાય છે.અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં તા.૨૯/૧૦/૨૦૨૪ ના કલાક ૦૦/૦૦ થી તા.૧૨/૧૧/૨૦૨૪ ના કલાક ૨૪/૦૦ સુધી નીચે દર્શાવેલ કૃત્યો ઉપર પ્રતિબંધ ફરમાવું છું.

-: કૃત્યો:-

(ક) શસ્ત્રો, તલવાર, ભાલા, બંદુક, ખંજર તથા સામાન્ય રીતે રામપુરી બનાવટવાળા કોઇપણ જાતના ચપ્પુ જે અઢી ઈંચથી વધારે લાંબુ, છેડેથી અણીવાળુ પાનુ હોય તેવા ચપ્પા સાથે રાખી ફરવાની અને તેવી બીજી કોઇ ચીજો લઈ જવાની.

(ખ) પરવાનાવાળા હથીયારો લઈ જાહેર જગ્યાઓએ જવા, હવામાં ફાયર કરવા તેમજ સામાજિક મેળાવડા, ધાર્મિક સરઘસ કે વ્યક્તિઓના સમુદાયમાં લઈ જવા ઉપર.

(ગ) કોઇપણ ક્ષયધર્મી (શરીરને હાનિકારક) અથવા સ્ફોટક પદાર્થ લઇ જવાની.

(ઘ) પથ્થર અથવા બીજા શસ્ત્રો અથવા ફેંકવાના અથવા નાંખવાના યંત્રો અથવા સાધનો લઇ જવાની એકઠા કરવાની તથા તૈયાર કરવાની.

(ચ) સળગતી કે પેટાવેલી મશાલ સરઘસ સાથે રાખવાની.

(છ) વ્યક્તિ અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવાની.

ધ્વનિ પ્રદૂષણને લઈ જાહેરનામું

અમદાવાદ શહેરમાં કોઈ પણ પ્રકારની જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય અને જાહેર શાંતિ સલામતિ અને કાયદા પ્રત્યે માન જળવાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે,દરેક માઈક સીસ્ટમવાળાએ અવાજના પ્રદુષણને અટકાવવા અંગે નામદાર સુપ્રીમકોર્ટના વખતો વખતના ચુકાદાના નિર્દેશો તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પર્યાવરણ ભવનના નં.ગુપ્રનિબોર્ડ/નોઈસ/યુનિટ- ૪/જન-પીએન-૫/૫૧૨૫૨/તા.૧૪/૦૫/૨૦૧૦ થી ધોંધાટ ઉત્તપન્ન કરતા અને નિપજાવતા શ્રોતોના નિયંત્રણ અને નિયમન માટે ભારત સરકારના પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા પર્યાવરણ (સુરક્ષા) અધિનિયમ-૧૯૮૬ ની કલમ- ૬ તથા ૨૫ હેઠળ ધ્વનિ પ્રદુષણ (નિયમન અને નિયંત્રણ) નિયમો-ર૦૦૦ નું તા.૧૪-ફેબ્રુઆરી-ર૦૦૦ નું જાહેરનામું પ્રસિધ્ધ કરાયેલ છે. જેમાં તા.૧૧/૧/૨૦૧૦ ના રોજ આ નિયમોમાં સુધારો કરવામાં આવેલ છે. જે પ્રમાણે ધ્વનિ પ્રદુષણ નિયમો-ર૦૦૦ અન્વયે ધ્વનિની માત્રાના ધોરણો નીચે મુજબ નકકી કરવામાં આવેલ છે તેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.


સ્પાને લઈ જાહેરનામું

શહેરના રહેણાંક વિસ્તારમાં તથા ઔદ્યોગીક વિસ્તારોમાં સ્પા/ મસાજ પાર્લર ચલાવવાની આડમાં નશીલા કેફી દ્રવ્યોનું સેવન તથા દેહવેપાર તથા અન્ય ગેરકાયદે કૃત્યો ચલાવતા હોવાનું જણાઇ આવેલ છે. કેટલાક અસામાજીક તત્વો આવા સ્પા/મસાજ પાર્લર ની આડમાં ગુનાહિત કૃત્યો કરી જાહેર સલામતી અને શાંતીનો ભંગ કરતા હોવાનું જણાઇ આવેલ છે.જેથી સ્પા/મસાજ પાર્લરોની આડમાં ગુન્હાહીત કૃત્યો અટકાવવા સારૂ સ્પા/મસાજ પાર્લરોની માહીતી જે તે વિસ્તારના પોલીસ સ્ટેશન પાસે હોવી જરૂરી છે.વાસ્તે હું જી. એસ. મલિક પોલીસ કમિશ્નર, અમદાવાદ શહેર (ગુજરાત રાજ્યના ગૃહ વિભાગના તા.૦૮/૧૧/૮૨ ના નોટીફીકેશન નં.જીજી/ ૪૨૨/ સીઆરસી /૧૦૮૨/૧૦૮૦-એમ તથા ગૃહ વિભાગના તા.૦૭/૦૧/૧૯૮૯ ના સંકલીત જાહેરનામા નં.જીજી/ ૬/ ફકઅ / ૧૦૮૮/ ૬૭૫૦/મ) અન્વયે મને ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા (BNSS) -૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબ મળેલ સત્તાની રૂએ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર વિસ્તારમાં સ્પા/મસાજ પાર્લરોના માલીકો અગરતો આ માટે આવા સ્પા/ મસાજ પાર્લરના સંચાલકોએ તેમાં કામ કરતા કર્મચારીઓની સંખ્યા સહિત ફોટોગ્રાફ સાથેની સંપુર્ણ વિગત સંબધિત પોલીસ સ્ટેશન ખાતે આપવા માટે ફરમાવું છુ.