ગુજરાતમાં મેઘરાજા શાંત પડ્યા, આજે કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

Gujarat Rain Update: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ હળવો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહીને પગલે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે (પહેલી ઓગસ્ટ) જેમાં રાજ્યના મોટાભાગના જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.હવામાન વિભાગની આગાહીહવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (પહેલી ઓગસ્ટ) કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, મહિસાગર, દાહોદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.બીજી ઓગસ્ટથી વરસાદનું જોર વધશે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, બે દિવસ વરસાદી માહોલ હળવો રહ્યાં બાદ બીજી ઓગસ્ટથી રાજ્યના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધશે. જેમાં દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદીની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મોટાભાગના જિલ્લામાં હવામાન વિભાગે નો વોર્નિંગ જાહેર કરતાં વરસાદનું પ્રમાણ નહિવત જોવા મળશે.આ પણ વાંચો: સુરતમાં 'મુન્નાભાઈ MBBS'નો રાફડો ફાટ્યો, એકસાથે 16 બોગસ ડૉક્ટર ઝડપાતા ખળભળાટત્રીજી ઓગસ્ટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર અને દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, સુરત જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, બોટાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.ચોથી ઓગસ્ટની આગાહી રાજ્યમાં સતત ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, ત્યારે ચોથી ઓગસ્ટના દિવસે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને પગલે તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ભરૂચ, નર્મદા, સુરત, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના 23 જિલ્લામાં હવામાન વિભાગે નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છમાં અત્યાર સુધીનો સૌથી વધુ વરસાદ નોંધાયો ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 59.33 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં 76.45 ટકા નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 74.43 ટકા, દક્ષિણ ગુજરાતમાં 69.50 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ પૂર્વ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે.

ગુજરાતમાં મેઘરાજા શાંત પડ્યા, આજે કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Gujarat Rain Update: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ હળવો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહીને પગલે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે (પહેલી ઓગસ્ટ) જેમાં રાજ્યના મોટાભાગના જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (પહેલી ઓગસ્ટ) કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, મહિસાગર, દાહોદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

બીજી ઓગસ્ટથી વરસાદનું જોર વધશે 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, બે દિવસ વરસાદી માહોલ હળવો રહ્યાં બાદ બીજી ઓગસ્ટથી રાજ્યના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધશે. જેમાં દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદીની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મોટાભાગના જિલ્લામાં હવામાન વિભાગે નો વોર્નિંગ જાહેર કરતાં વરસાદનું પ્રમાણ નહિવત જોવા મળશે.

આ પણ વાંચો: સુરતમાં 'મુન્નાભાઈ MBBS'નો રાફડો ફાટ્યો, એકસાથે 16 બોગસ ડૉક્ટર ઝડપાતા ખળભળાટ


ત્રીજી ઓગસ્ટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર અને દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, સુરત જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, બોટાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.

ચોથી ઓગસ્ટની આગાહી 

રાજ્યમાં સતત ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, ત્યારે ચોથી ઓગસ્ટના દિવસે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને પગલે તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ભરૂચ, નર્મદા, સુરત, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના 23 જિલ્લામાં હવામાન વિભાગે નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે. 

કચ્છમાં અત્યાર સુધીનો સૌથી વધુ વરસાદ નોંધાયો 

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 59.33 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં 76.45 ટકા નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 74.43 ટકા, દક્ષિણ ગુજરાતમાં 69.50 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ પૂર્વ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે.