ગુજરાતમાં બે વર્ષમાં રૂ.191 કરોડનો વિદેશી દારૂ પકડાયો: બુટલેગરો બેફામ, ગાંધીનગર સુધી હપ્તારાજ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Crime News: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ રહી છે. સરકાર અને ગૃહ વિભાગ ભલે ગમે તેટલાં દાવા કરે પણ ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂનો વેપલો ધમધમી રહ્યો છે. યુવાઓ દારૂ-ડ્રગ્સના બંધાણી બન્યાં છે ત્યારે અમદાવાદ જેવા મેગાસિટીમાં ક્લબોમાં ચાલતી દારૂની મહેફિલ-પાર્ટી તો હિમશીલાના ટોપકાં સમાન છે. હવે તો દારૂ-ડ્રગ્સની પણ હોમ ડીલિવરી થઈ રહી છે. છેલ્લાં બે વર્ષમાં ગુજરાતમાંથી 191 કરોડનો વિદેશી દારૂ પકડાયો છે. આ પરથી ગુજરાતમાં દારૂબંધી છે કે દારૂછુટ્ટી એ જ ખબર પડતી નથી.
What's Your Reaction?






