ગુજરાતમાં બે દિવસ વરસાદનો આંશિક વિરામ, 4 સપ્ટેમ્બરથી ફરી અતિભારે વરસાદનું એલર્ટ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Rain Forecast : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારેથી અતિભારે વરસાદી માહોલ છે, ત્યારે મેઘરાજા બે દિવસ વિરામના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. હવામાન વિભાગે આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં આગામી 2-3 સપ્ટેમ્બરે માત્ર દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં વરસાદની શક્યતા છે. જ્યારે 4 સપ્ટેમ્બરથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે મંગળવારે (2 સપ્ટેમ્બર) નવસારી, વલસાડ અને 3 સપ્ટેમ્બરે દાહોદ, છોટા ઉદેપુર, તાપી, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
What's Your Reaction?
        Like
        0
    
        Dislike
        0
    
        Love
        0
    
        Funny
        0
    
        Angry
        0
    
        Sad
        0
    
        Wow
        0
    
                                                                                                                                                    
                                                                                                                                                    
                                                                                                                                                    
                                            
                                            
