ગુજરાતમાં આવતીકાલથી 'રક્તપિત્ત નિર્મૂલન અભિયાન': 'લેપ્રસી કેસ ડિટેક્શન' હેઠળ 2 કરોડથી વધુ લોકોનું કરાશે સ્ક્રીનિંગ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Leprosy Case Detection Program: રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્ત નિર્મૂલન માટે 8 જૂનથી 30 જૂન દરમિયાન રાજ્યવ્યાપી 'લેપ્રસી કેસ ડિટેક્શન' કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. લેપ્રસીના કારણે દર્દીની શારીરિક, માનસિક અને આર્થિક અવદશા ન થાય અને તેને સમયસર સારવાર તેમજ સહાય મળી રહે તે હેતુથી આ અભિયાન હાથ ધરવામાં આવશે.
પરિવારના તમામ સભ્યોની રક્તપિત્ત અંગે શારીરિક તપાસ કરાશે
સમગ્ર રાજ્યમાં વસ્તી અને ભૌગોલિક સ્થિતિના આધારે બે સ્તરે સર્વેલન્સ હાથ ધરાશે. આ ઝુંબેશ દરમિયાન નિયત કરેલા વિસ્તારોમાં જાહેર રજાઓ અને મમતા દિવસ સિવાય, આશા બહેનો અને પુરુષ સ્વયંસેવકોની (વોલન્ટિયર્સની) વિશેષ ટીમો પ્રત્યેક ઘરની રૂબરૂ મુલાકાત લેશે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

