ગુજરાતમાં આજે 9 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદનું યલો ઍલર્ટ, આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Weather News : ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 3 જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજે બુધવારે (28 મે) અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નર્મદા, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આગામી 3 સુધી રાજ્યના સૌરાષ્ટ્ર, મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના 14 થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં 6 દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે ગુરુવારે (29 મે) દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના અમુક સ્થળોએ અને કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
What's Your Reaction?






