ગુજરાત પોલીસે અમિત શાહના ફેક વીડિયો મામલે મેવાણીના PA અને આપ કાર્યકર્તાની ધરપકડ કરી

Amit Shah Fake Video Case Link in Ahmedabad : ગૃહમંત્રી અમિત શાહનો ફેક એડિટેડ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવાના કેસમાં ગુજરાત પોલીસે (Gujarat Police) મોટી કાર્યવાહી કરી છે. આ મામલે અમદાવાદ સાઈબર ક્રાઈમ બ્રાન્ચની ટીમે કોંગ્રેસ (Congress)ના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી (Jignesh Mevani)ના પીએ સહિત બે લોકોની ધરપકડ કરી છે. જ્યારે બીજો વ્યક્તિ આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)નો નેતા હોવાનું કહેવાય છે. અમિત શાહની બે જાહેરસભાનો વીડિયો એડિટ કરી ખાસ એજન્ડા હેઠળ વાયરલ કરાયો હતો.ફેક વીડિયોમાં કોંગ્રેસ-AAP કનેક્શનપકડાયેલા બંને આરોપીઓનું નામ સતીષ વનસોલા અને આર.બી.બારિયા છે. સતીષ વનસોલા કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનું પ્રાદેશિક કાર્યાલય સંભાળે છે. જ્યારે આર.બી.બારીયા આમ આદમી પાર્ટીના દાહોલ જિલ્લાનો પ્રમુખ છે. આ બંનેએ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કર્યા હતા.મુંબઈ પોલીસમાં પણ ફરિયાદબીજીતરફ મુંબઈ ભાજપ નેતા પ્રતીક કરપેએ ફેક વીડિયો શેર કરવાના આરોપમાં મહારાષ્ટ્ર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં પોલીસે મહારાષ્ટ્ર કોંગ્રેસ (યુવા)ના સોશિયલ મીડિયા હેન્ડલ વિરુદ્ધ કેસ નોંધી કાર્યવાહી શરૂ કરી દીધી છે. વાસ્તવમાં અમિત શાહના ભાષણનો એક વીડિયો એડિટ કર્યા બાદ સોશિયલ મીડિયા પર વાયરલ કરાયો હતો, પરંતુ છેવટે તપાસ કર્યા બાદ આ વીડિયો ફેક હોવાનું સામે આવ્યું હતું.ફેક વીડિયો મામલે સાત રાજ્યોની પોલીસ દોડતી થઈઉલ્લેખનીય છે કે, દિલ્હી પોલીસે આ કેસમાં તાબડતોબ કાર્યવાહી કરી રહી છે અને ઘણા રાજ્યોમાં તપાસ શરૂ કરી દીધી છે. દિલ્હી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, પોલીસની ટીમ ઘણા રાજ્યોમાં તપાસ કરી રહી છે. એડિટેડ વીડિયોની તપાસ માટે ઝારખંડ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા, નાગાલેન્ડ અને દિલ્હી પોલીસની જુદી જુદી ટીમે મોકલવામાં આવી છે.ફેક વીડિયો કેસમાં ઘણા રાજ્યોના લોકો સામેલફેક વીડિયો શેર કરવાના કેસમાં ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના એક લોકસભાના ઉમેદવાર અને ઝારખંડના એક નેતાને નોટિસ પાઠવી પૂછપરછ માટે બોલાવાયા છે. આ ઉપરાંત નાગાલેન્ડના નેતાને પણ નોટિસ મોકલાઈ છે. આ તમામને પોતાનો મોબાઈલ સાથે લાવવા આદેશ અપાયો છે. મળતા અહેવાલો મુજબ દિલ્હી પોલીસે તેલંગણાના મુખ્યમંત્રી રેડ્ડી સહિત છ લોકોને પૂછપરછ માટે બોલાવ્યા છે. એડિટેડ વીડિયોના કેસમાં ઘણા રાજ્યોના લોકો સામેલ છે.

ગુજરાત પોલીસે અમિત શાહના ફેક વીડિયો મામલે મેવાણીના PA અને આપ કાર્યકર્તાની ધરપકડ કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Amit Shah Fake Video Case Link in Ahmedabad : ગૃહમંત્રી અમિત શાહનો ફેક એડિટેડ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવાના કેસમાં ગુજરાત પોલીસે (Gujarat Police) મોટી કાર્યવાહી કરી છે. આ મામલે અમદાવાદ સાઈબર ક્રાઈમ બ્રાન્ચની ટીમે કોંગ્રેસ (Congress)ના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી (Jignesh Mevani)ના પીએ સહિત બે લોકોની ધરપકડ કરી છે. જ્યારે બીજો વ્યક્તિ આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)નો નેતા હોવાનું કહેવાય છે. અમિત શાહની બે જાહેરસભાનો વીડિયો એડિટ કરી ખાસ એજન્ડા હેઠળ વાયરલ કરાયો હતો.

ફેક વીડિયોમાં કોંગ્રેસ-AAP કનેક્શન

પકડાયેલા બંને આરોપીઓનું નામ સતીષ વનસોલા અને આર.બી.બારિયા છે. સતીષ વનસોલા કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનું પ્રાદેશિક કાર્યાલય સંભાળે છે. જ્યારે આર.બી.બારીયા આમ આદમી પાર્ટીના દાહોલ જિલ્લાનો પ્રમુખ છે. આ બંનેએ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કર્યા હતા.

મુંબઈ પોલીસમાં પણ ફરિયાદ

બીજીતરફ મુંબઈ ભાજપ નેતા પ્રતીક કરપેએ ફેક વીડિયો શેર કરવાના આરોપમાં મહારાષ્ટ્ર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં પોલીસે મહારાષ્ટ્ર કોંગ્રેસ (યુવા)ના સોશિયલ મીડિયા હેન્ડલ વિરુદ્ધ કેસ નોંધી કાર્યવાહી શરૂ કરી દીધી છે. વાસ્તવમાં અમિત શાહના ભાષણનો એક વીડિયો એડિટ કર્યા બાદ સોશિયલ મીડિયા પર વાયરલ કરાયો હતો, પરંતુ છેવટે તપાસ કર્યા બાદ આ વીડિયો ફેક હોવાનું સામે આવ્યું હતું.

ફેક વીડિયો મામલે સાત રાજ્યોની પોલીસ દોડતી થઈ

ઉલ્લેખનીય છે કે, દિલ્હી પોલીસે આ કેસમાં તાબડતોબ કાર્યવાહી કરી રહી છે અને ઘણા રાજ્યોમાં તપાસ શરૂ કરી દીધી છે. દિલ્હી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, પોલીસની ટીમ ઘણા રાજ્યોમાં તપાસ કરી રહી છે. એડિટેડ વીડિયોની તપાસ માટે ઝારખંડ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા, નાગાલેન્ડ અને દિલ્હી પોલીસની જુદી જુદી ટીમે મોકલવામાં આવી છે.

ફેક વીડિયો કેસમાં ઘણા રાજ્યોના લોકો સામેલ

ફેક વીડિયો શેર કરવાના કેસમાં ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના એક લોકસભાના ઉમેદવાર અને ઝારખંડના એક નેતાને નોટિસ પાઠવી પૂછપરછ માટે બોલાવાયા છે. આ ઉપરાંત નાગાલેન્ડના નેતાને પણ નોટિસ મોકલાઈ છે. આ તમામને પોતાનો મોબાઈલ સાથે લાવવા આદેશ અપાયો છે. મળતા અહેવાલો મુજબ દિલ્હી પોલીસે તેલંગણાના મુખ્યમંત્રી રેડ્ડી સહિત છ લોકોને પૂછપરછ માટે બોલાવ્યા છે. એડિટેડ વીડિયોના કેસમાં ઘણા રાજ્યોના લોકો સામેલ છે.