ગંભીરા બ્રિજ દુર્ઘટના: દુ:ખ વ્યક્ત કરવામાં સંવેદના નહી માત્ર ફોર્માલિટી, નેતાઓએ મેસેજ કોપી-પેસ્ટ કર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara Bridge Collapsed News : પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતાં 13 લોકોના કરુણ મોત નિપજ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર તંત્રની ઘોર બેદરકારી અને લાપરવાહીને ઉજાગર કરી છે. આ ઘટના અંગે મુખ્યમંત્રી સહિત ભાજપના અનેક નેતાઓ, મંત્રીઓ, કાર્યકરોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દુ:ખ વ્યક્ત કર્યું પરંતુ તે પોસ્ટ કરવામાં પણ એક ઔપચારિકતા પૂરી કરવામાં આવી હોય તેવું સ્પષ્ટપણે જોવા મળ્યું. કારણે કે તમામ મેસેજ બીબાઢાળ એક સરખા જ છે. કોઈએ પોતાની મૌલિકતાથી લખવાનો પ્રયાસ સુદ્ધાં કર્યો નહીં હોવાનું તેવું સ્પષ્ટ જોવા મળે છે.
What's Your Reaction?






