ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસનો આરોપ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat Farmers Movement: ખેતરોમાં વીજ પોલ મુદ્દે ખેડૂતોએ શરૂ કરેલું આંદોલન હવે રાજકારણની અડફેટે ચડ્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જે 15 જૂનના રોજ ગાંધીનગરમાં થયેલા ઘર્ષણ સુધી ખેડૂતો માટે ભેગા મળીને લડવાની વાતો કરતી હતી, તેમાં હવે રાજનૈતિક તિરાડ પડી છે. ગુજરાત કિસાન કોંગ્રેસે નિર્ણય લીધો છે કે હવેથી ખેડૂતોના હિત માટેની તમામ લડાઈઓ માત્ર અને માત્ર કિસાન કોંગ્રેસ તથા ગુજરાત કોંગ્રેસના સીધા નેતૃત્વમાં જ લડવામાં આવશે. કોંગ્રેસનું માનવું છે કે ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે અન્ય કોઈ રાજકીય પક્ષ સાથે ગઠબંધન કરવાના બદલે સ્વતંત્ર રીતે લડવું વધુ હિતાવહ છે. આથી, પાર્ટીએ હવે આ જવાબદારી સંપૂર્ણપણે પોતાના ખભા પર ઉઠાવી લીધી છે અને ખેડૂતોને ન્યાય અપાવવા માટે સરકાર સામે આરપારનો જંગ છેડવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

