કોંગ્રેસમાં ગાંધીનગર બેઠકથી અમિત શાહ સામે લડવા માટે નવા નેતાને ઉતારશે

કોંગ્રેસ બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરને આપી શકે ટિકિટ વલસાડથી અનંત પટેલનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે અમિત શાહ સામે કોંગ્રેસ શાહનવાઝ શેખને આપી શકે ટિકિટ કોંગ્રેસમાં એક તરફ નેતાઓ પક્ષ છોડીને જઈ રહ્યા છે ત્યાં હવે લોકસભાની બેઠક માટે ઉમેદવારોની પસંદગી પણ મોટી મુશ્કેલી બની રહી છે. આ તરફ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપ દ્વારા અમિત શાહનું નામ જાહેર કરવામાં આવ્યું છે જ્યાં કોંગ્રેસમાં ચૂંટણી લડવા કોઈ નેતાએ તૈયારી નથી બતાવી. આ વચ્ચે શાહનવાઝ શેખને કોંગ્રેસ આ બેઠક પરથી ઉતારી શકે છે. લોકસભાની ચૂંટણી અંગે ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે ત્યારે કોંગ્રેસમાં ઉમેદવારોના નામ અંગે મનોમંથન ચાલી રહ્યું છે અને જેમાં ગાંધીનગર લોકસભા બેઠકથી ઉમેદવાર તરીકે કોંગ્રેસ યુવા નેતા શાહનવાઝ શેખને ઉમેદવાર બનાવી શકે છે. ભાજપમાં ગાંધીનગર લોકસભા બેઠક પરથી ગૃહમંત્રી અમિત શાહ લડવાના છે.બનાસકાંઠા બેઠકથી ગેનીબેન લગભગ નક્કી જ્યાં બીજી તરફ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે લોકસભા ચૂંટણી લડવાની ઇચ્છા દર્શાવતા બનાસકાંઠાના રાજકારણમાં ચર્ચા શરૂ થઇ છે. વાવ બેઠકના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે જો મારા કાર્યકરોની ઇચ્છા હશે અને મોવડી મંડળ મને ટીકિટ આપશે તો તેઓ લોકસભા ચૂંટણી લડવા તૈયાર છે.અનંત પટેલ પણ લડી શકે છે લોકસભા ચૂંટણી આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા વલસાડ બેઠકથી અનંત પટેલને મેદાનમાં ઉતારી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ સહિતના આદિવાસી પટ્ટા પર અનંત પટેલ મજબૂત પક્કડ ધરાવે છે ત્યાં કોંગ્રેસ તરફથી વધુ એક ધારાસભ્ય અનંત પટેલને મેદાનમાં ઉતારવાની શક્યતાઓ જોવા મળી રહી છે. સંભવિત ઉમેદવાર તરીકે ચલાવી શકાય. (2 ચાલુ ધારાસભ્ય) બનાસકાંઠા - ગેનીબેન ઠાકોર વલસાડ - અનંત પટેલ ગાંધીનગર - શાહનવાઝ શેખ

કોંગ્રેસમાં ગાંધીનગર બેઠકથી અમિત શાહ સામે લડવા માટે નવા નેતાને ઉતારશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કોંગ્રેસ બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરને આપી શકે ટિકિટ
  • વલસાડથી અનંત પટેલનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે
  • અમિત શાહ સામે કોંગ્રેસ શાહનવાઝ શેખને આપી શકે ટિકિટ

કોંગ્રેસમાં એક તરફ નેતાઓ પક્ષ છોડીને જઈ રહ્યા છે ત્યાં હવે લોકસભાની બેઠક માટે ઉમેદવારોની પસંદગી પણ મોટી મુશ્કેલી બની રહી છે. આ તરફ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપ દ્વારા અમિત શાહનું નામ જાહેર કરવામાં આવ્યું છે જ્યાં કોંગ્રેસમાં ચૂંટણી લડવા કોઈ નેતાએ તૈયારી નથી બતાવી. આ વચ્ચે શાહનવાઝ શેખને કોંગ્રેસ આ બેઠક પરથી ઉતારી શકે છે.

લોકસભાની ચૂંટણી અંગે ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે ત્યારે કોંગ્રેસમાં ઉમેદવારોના નામ અંગે મનોમંથન ચાલી રહ્યું છે અને જેમાં ગાંધીનગર લોકસભા બેઠકથી ઉમેદવાર તરીકે કોંગ્રેસ યુવા નેતા શાહનવાઝ શેખને ઉમેદવાર બનાવી શકે છે. ભાજપમાં ગાંધીનગર લોકસભા બેઠક પરથી ગૃહમંત્રી અમિત શાહ લડવાના છે.

બનાસકાંઠા બેઠકથી ગેનીબેન લગભગ નક્કી

જ્યાં બીજી તરફ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે લોકસભા ચૂંટણી લડવાની ઇચ્છા દર્શાવતા બનાસકાંઠાના રાજકારણમાં ચર્ચા શરૂ થઇ છે. વાવ બેઠકના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે જો મારા કાર્યકરોની ઇચ્છા હશે અને મોવડી મંડળ મને ટીકિટ આપશે તો તેઓ લોકસભા ચૂંટણી લડવા તૈયાર છે.

અનંત પટેલ પણ લડી શકે છે લોકસભા ચૂંટણી

આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા વલસાડ બેઠકથી અનંત પટેલને મેદાનમાં ઉતારી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ સહિતના આદિવાસી પટ્ટા પર અનંત પટેલ મજબૂત પક્કડ ધરાવે છે ત્યાં કોંગ્રેસ તરફથી વધુ એક ધારાસભ્ય અનંત પટેલને મેદાનમાં ઉતારવાની શક્યતાઓ જોવા મળી રહી છે.

સંભવિત ઉમેદવાર તરીકે ચલાવી શકાય. (2 ચાલુ ધારાસભ્ય)

  • બનાસકાંઠા - ગેનીબેન ઠાકોર
  • વલસાડ - અનંત પટેલ
  • ગાંધીનગર - શાહનવાઝ શેખ