કેનેડામાં રહેતા યુવક સાથે યુવતીની છેતરપિંડી : અજાણ્યા નંબર પરથી વારંવાર ફોન આવતાં ભાંડો ફુટ્યો

Jun 3, 2025 - 17:00
કેનેડામાં રહેતા યુવક સાથે યુવતીની છેતરપિંડી  : અજાણ્યા નંબર પરથી વારંવાર ફોન આવતાં ભાંડો ફુટ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara : યુવતીએ અગાઉ લગ્ન કર્યા હોવા છતાં તે લગ્ન છુપાવીને કેનેડામાં રહેતા અન્ય યુવક સાથે બીજા લગ્ન કરતા તે અંગે પોલીસ ફરિયાદ યુવકના પિતાએ નોંધાવી છે. 

વડોદરા નજીક ઊંડેરા ખાતે પેટ્રો કેમિકલ ટાઉનશીપમાં રહેતા ઉમેશ ભોળાભાઈ યાદવે નીલુ અશોક યાદવ રહે કાસારીયા પાલાવા ડોમ્બીવલી મુંબઈ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું રિલાયન્સ કંપનીમાં ફાયર ઓપરેટર તરીકે નોકરી કરું છું મારો મોટો પુત્ર મુકેશ અપરિણીત હતો. જેથી અમારા વતન ઉત્તર પ્રદેશમાં રહેતા જ્ઞાતિના અશોક યાદવે મને ફોન કરી જણાવેલ કે તમારો પુત્ર કેનેડામાં છે અને ત્યાં સારી નોકરી કરે છે મારી પુત્રી નીલુ પણ ભણેલી છે બીઈ સુધી અભ્યાસ કર્યો છે તેમ કહી લગ્ન કરવાની વાત કરી હતી. 

મુકેશ અપરણિત હોવાથી મેં નીલુનો બાયોડેટા અને ફોટો મંગાવ્યો હતો અને સાથે મુકેશનો પણ બાયોડેટા મોકલ્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0