કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ?
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Kheda BJP Internal Dispute : ગુજરાતના રાજકારણમાં ખાસ કરીને ખેડા જિલ્લાના ભાજપ સંગઠનમાં એક અત્યંત આઘાતજનક અને ચકચારી ઘટના સામે આવી છે. કઠલાલના પૂર્વ ધારાસભ્ય કનુ ડાભીના ભત્રીજા અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પ્રવીણ ડાભીના પુત્ર જીજ્ઞેશ ડાભીએ કોઈ અજ્ઞાત ઝેરી પદાર્થ ગટગટાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક રાજકીય વર્તુળોમાં દોડધામ મચી ગઈ હતી, અને જીજ્ઞેશને તાત્કાલિક સારવાર અર્થે કઠલાલની જનતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેની સ્થિતિ નાજુક હોવાનું તબીબો જણાવી રહ્યા છે.
આ સમગ્ર હાઈપ્રોફાઈલ મામલામાં ભાજપના જ એક જૂના અને પ્રતિષ્ઠિત પરિવાર દ્વારા પોતાના જ પક્ષના વર્તમાન ધારાસભ્ય સામે ગંભીર આક્ષેપો કરવામાં આવતા મામલો ગરમાયો છે. ભોગ બનનાર જીજ્ઞેશ ડાભીની પત્ની હાલ કઠલાલ તાલુકા પંચાયતમાં ભાજપના સક્રિય સભ્ય છે, જ્યારે તેના પિતા અને કાકા દાયકાઓથી ભાજપના સ્તંભ રહ્યા છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

