કંપનીઓએ 50% કાપ મુકતા વડોદરામાં પેટ્રોલ ડીઝલની તંગી: કેટલાક પેટ્રોલ પંપ બંધ થયા તો અન્ય પર લાંબી કતારો લાગી

Mar 23, 2026 - 23:00
કંપનીઓએ 50% કાપ મુકતા વડોદરામાં પેટ્રોલ ડીઝલની તંગી: કેટલાક પેટ્રોલ પંપ બંધ થયા તો અન્ય પર લાંબી કતારો લાગી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા શહેરમાં આજે બપોર પછી કેટલાક પેટ્રોલ પંપમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો ખૂટી પડતા બંધ કરવાની નોબત આવી હતી જ્યારે અન્ય પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવવા લાંબી કતાર લાગી હતી. 

છેલ્લા કેટલાક દિવસથી યુદ્ધની પરિસ્થિતિ સર્જાવાને કારણે લોકોને સૌથી પહેલા ગેસ સિલિન્ડર મળવામાં મુશ્કેલી સર્જાઈ હતી જ્યારે હવે આજથી પેટ્રોલ ડીઝલનો જથ્થો પણ મળવાનો ઓછો થતાં પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગવાની શરૂઆત થઈ ગઈ હતી આજે કેટલાક પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ડીઝલનો જથ્થો ખૂટી જતા બંધ કરવાનો વારો આવ્યો હતો જેને કારણે વાહન ચાલતો મુશ્કેલીમાં મુકાયા હતા. 

યુદ્ધની પરિસ્થિતિને કારણે કેટલીક કંપનીઓએ પેટ્રોલ ડીઝલના જથ્થા પર 50% કાપ મુક્યો હોવાની માહિતી બહાર આવી છે જેથી લોકોને હવે પેટ્રોલ ડીઝલ ની તંગી ની અસર પડી છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0