ઓળક નજીક રોડની બીજી સાઈડની સંરક્ષણ દિવાલ તુટી જતા હાલાકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નબળી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર સામે પગલા ભરવા માંગ
અગાઉ પડી ગયેલી સંરક્ષણ દિવાલનું કામ વરસાદી પાણીમાં શરૃ કરાતા ગ્રામજનોમાં તંત્ર સામે આક્રોશ
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં હલકી ગુણવત્તાના રોડ, રસ્તાથી વાહનચાલકો સહિત લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે અને અનેક વખત રજુઆતો બાદ પણ કોઈ જ ઉકેલ આવ્યો નથી ત્યારે લખતરથી વિઠ્ઠલાપરા સુધી કરોડો રૃપીયાના ખર્ચે બનાવેલ ફોરલેન રોડની હલકી ગુણવત્તા અને નબળી કામગીરીની ફરિયાદો ઉઠવા પામી છે.
સરકાર દ્વારા નવા રોડ, રસ્તા માટે કરોડો રૃપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે પરંતુ સ્થાનીક અધિકારીઓની બેદરકારી અને કોન્ટ્રાક્ટરની મનમાનીના કારણે લોકોને ગુણવત્તા યુક્ત ટકાઉ સુવિધાઓથી વંચીત રહેવાનો વારો આવ્યો છે. લખતર-વિઠ્ઠલાપરા સુધી ફોન લેનની કામગીરી માર ત્રણ વર્ષ જેટલો સમય થયો હોવા છતાં હાલ કામગીરી દરમ્યાન ઓળક ગામ નજીક બનાવેલી સંરક્ષણ દિવાલની નબળી કામગીરી સામે આવી છે.
What's Your Reaction?






