એટીએસના નામે સિનિયર સિટીઝન દંપતિને ડરાવીને ૩૩ લાખની ઠગાઇ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,સોમવાર
શહેરના નારણપુરામાં રહેતા એનઆઇઆર દંપતિનું નામ હથિયાર કૌભાંડમાં આવ્યું હોવાનું તેમજ આધાર કાર્ડથી ખોલાવેલા બેંક એકાઉન્ટમાંથી ટેરર ફંડ મેનેજ થયાનું કહીને ડરાવ્યા બાદ ૩૩ લાખ રૂપિયા પડાવ્યાની ફરિયાદ સાયબર ક્રાઇમ સેલમાં નોંધવામાં આવી છે.
નારણપુરામાં આવેલી ચંદન પાર્ક સોસાયટીમાં ૭૮ વર્ષીય ચારૂલતાબેન તેમના પતિ બળદેવભાઇ રાવલ સાથે રહે છે. ચારૂલતાબેન નિવૃત શિક્ષક હતા અને હાલ અમેરિકાના સિટીઝન પણ છે. ૧૧ દિવસ પહેલા તેમને અજાણ્યા નંબરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતાની ઓળખ એટીએસના અધિકારી તરીકે આપીને જણાવ્યું હતું કે આશીફ નામના વ્યક્તિના ફાર્મ હાઉસમાં દરોડો પાડીને હથિયારો, રોકડ અને આધાર કાર્ડનો મોટો જથ્થો મળ્યો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

