Vadodara: પીપળી પ્રાથમિક શાળામાંથી ચોરાયેલું લેપટોપ પાદરા પોલીસે શોધી કાઢયું

Jul 9, 2026 - 06:30
Vadodara: પીપળી પ્રાથમિક શાળામાંથી ચોરાયેલું લેપટોપ પાદરા પોલીસે શોધી કાઢયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા 'ઓપરેશન પરાક્રમ' અભિયાન અંતર્ગત પાદરા પોલીસે વધુ એક સફ્ળ કામગીરી કરી છે. પાદરા તાલુકાના પીપળી ગામ સ્થિત પીપળી મિશ્રા પ્રાથમિક શાળાના કોમ્પ્યુટર રૂમમાંથી ચોરાયેલું સરકારી ACER કંપનીનું લેપટોપ શોધી કાઢી બે શખ્સોની ધરપકડ કરી ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢયો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પીપળી મિશ્રા પ્રાથમિક શાળાના કોમ્પ્યુટર રૂમમાંથી તા. 25થી 27 જૂન દરમિયાન લેપટોપ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હતા. બનાવ અંગે પાદરા પોલીસ મથકે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. જે ચોરીના કેસ તપાસાર્થે પાદરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ પી. વી. ગોહિલે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરાવી હતી. તપાસ દરમિયાન સર્વેલન્સ પીએસઆઈ આર.સી. ધુમ્મડને ચોક્કસ બાતમી મળી હતી કે ચોરી કરાયેલ લેપટોપ સાથે બે શંકાસ્પદ ઇસમો ઘાયજ કેનાલ માર્ગેથી પાદરા તરફ્ આવી રહ્યા છે. બાતમીના આધારે પોલીસ ટીમે વોચ ગોઠવી બંને શખ્સોને ઝડપી લઈ તેમની પાસેથી ચોરીમાં ગયેલું લેપટોપ કબજે કરી પીપળી ગામે રહેતાં સાગર અશોકભાઈ રોહિત તેમજ મયુર સુરેશભાઈ જાદવની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0