ઉત્તર ગુજરાતમાં વરસાદે ધડબડાટી બોલાવી, પ્રાંતિજમાં બે કલાકમાં જ 5 ઈંચ ખાબકતાં જળબંબાકાર

Gujarat Rain Update: ગુજરાતમાં આજે (29મી જુલાઈ) સવારથી ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં સાબરકાંઠાના પ્રાંતિજમાં સવારે 8થી 10 વાગ્યા સુધીમાં 5 ઈચથી વધુ ખાબક્યો છે. જ્યારે મહીસાગરના લુણાવાડામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં નડીયાદમાં 4 ઈંચ, વસોમાં 3 ઈંચ, દાહોદમાં 3 ઈંચ અને સંતરામપુર 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર અનુસાર, મહુધા, ઝાલોદ, મોરવા-હડફ, લુણાવાડા, સિંગવડ, ફતેહપુરા અને કડાણા મળીને કુલ સાત તાલુકાઓમાં બે-બે ઇંચ વરસાદ પડ્યો છે. પેટલાદ, આણંદ, સોજીત્રા, મહેમદાવાદ, ખેડા, લીમખેડા, વીરપુર, દેવગઢ બારિયા, કપડવંજ અને માતર મળીને કુલ 10 તાલુકાઓમાં એક-એક ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે 25 તાલુકાઓમાં અડધો ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.પાલનપુરમાં ઘરોમાં પાણી ઘૂંસ્યાલાંબા સમય બાદ સરહદી વિસ્તાર ગણાતા બનાસકાંઠા પંથકમાં મેઘમહેર જોવા મળી છે. વરસાદના લીધે લોકોને અસહ્ય બફારામાંથી છુટકારો મળ્યો છે. સવારથી ખાબકી રહેલા વરસાદના લીધે પાલનપુરના ડોક્ટર હાઉસ વિસ્તારના પાછળની ભાગની સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. જેના લીધે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તાર ખૂબ જ નીચાણવાળો છે અને બીજી તરફ ઓવરબ્રિજ પાણી આ તરફ વળતું હોવાથી પાણીનો ભરાવો થઇ જાય છે. પાણીના નિકાલની કોઇ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી વારંવાર સામાન્ય વરસાદ પડતાં પાણીનો ભરાવો થાય છે. હાલમાં રાજ્યમાં ચાલી રહેલા ચાંદીપુરા વાયરસના પ્રકોપ વચ્ચે પાણી ભરાતા રોગચાળો ફાટી નિકળવાની ભિતિ જોવા મળી રહી છે.બસ પાણીમાં ડૂબીસાબરકાંઠા પંથકમાં કૃપા વરસાવી છે. હિંમતનગર, ઇડર, અવરલ્લી સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. વરસાદના હિંમતનગરના હમીરગઢ ગામ નજીક આવેલ અંડરબ્રિજ સહિત ઠેર-ઠેર પાણી ભરાય છે. ત્યારે હિંમતનગરથી વીરાવડા - હમીરગઢ બસ હમીરગઢ અંડર બ્રિજમાંથી પસાર થતી સેન્સર બંધ પડી જતાં પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. જેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. દર વર્ષે ચોમાસાની સિઝનમાં વરસાદના તેમજ ખેતરોના પાણી અંડરબ્રિજ પાણી ભરાય જાય છે. આ પણ વાંચો: ગુજરાતના આ વિસ્તારને આગામી 3 કલાક વરસાદ ધમરોળશે, જુઓ હવામાન વિભાગની આગાહીકચ્છમાં સૌથી વધુ 75 ટકા વરસાદ નોંધાયોબીજી તરફ આજે (29મી જુલાઈ) સવારે 6થી 10 વાગ્યા સુધીમાં તલોદ, હિંમતનગર અને મેઘરજ તાલુકામાં ત્રણ–ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત માણસા, મહેસાણા, ખાનપુર, જોટાણામાં બે-બે ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 55 ટકાથી વધુ નોંધાયો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ 75 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં કુલ 73 ટકા, દક્ષિણ ગુજરાતમાં 69 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 37 ટકા અને ઉત્તર ગુજરાતમાં 30 ટકા જેટલો વરસાદ વરસ્યો છે.

ઉત્તર ગુજરાતમાં વરસાદે ધડબડાટી બોલાવી, પ્રાંતિજમાં બે કલાકમાં જ 5 ઈંચ ખાબકતાં જળબંબાકાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Heavy rains in North Gujarat

Gujarat Rain Update: ગુજરાતમાં આજે (29મી જુલાઈ) સવારથી ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં સાબરકાંઠાના પ્રાંતિજમાં સવારે 8થી 10 વાગ્યા સુધીમાં 5 ઈચથી વધુ ખાબક્યો છે. જ્યારે મહીસાગરના લુણાવાડામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં નડીયાદમાં 4 ઈંચ, વસોમાં 3 ઈંચ, દાહોદમાં 3 ઈંચ અને સંતરામપુર 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર અનુસાર, મહુધા, ઝાલોદ, મોરવા-હડફ, લુણાવાડા, સિંગવડ, ફતેહપુરા અને કડાણા મળીને કુલ સાત તાલુકાઓમાં બે-બે ઇંચ વરસાદ પડ્યો છે. પેટલાદ, આણંદ, સોજીત્રા, મહેમદાવાદ, ખેડા, લીમખેડા, વીરપુર, દેવગઢ બારિયા, કપડવંજ અને માતર મળીને કુલ 10 તાલુકાઓમાં એક-એક ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે 25 તાલુકાઓમાં અડધો ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

પાલનપુરમાં ઘરોમાં પાણી ઘૂંસ્યા

લાંબા સમય બાદ સરહદી વિસ્તાર ગણાતા બનાસકાંઠા પંથકમાં મેઘમહેર જોવા મળી છે. વરસાદના લીધે લોકોને અસહ્ય બફારામાંથી છુટકારો મળ્યો છે. સવારથી ખાબકી રહેલા વરસાદના લીધે પાલનપુરના ડોક્ટર હાઉસ વિસ્તારના પાછળની ભાગની સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. જેના લીધે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તાર ખૂબ જ નીચાણવાળો છે અને બીજી તરફ ઓવરબ્રિજ પાણી આ તરફ વળતું હોવાથી પાણીનો ભરાવો થઇ જાય છે. પાણીના નિકાલની કોઇ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી વારંવાર સામાન્ય વરસાદ પડતાં પાણીનો ભરાવો થાય છે. હાલમાં રાજ્યમાં ચાલી રહેલા ચાંદીપુરા વાયરસના પ્રકોપ વચ્ચે પાણી ભરાતા રોગચાળો ફાટી નિકળવાની ભિતિ જોવા મળી રહી છે.

Rain palanpur

બસ પાણીમાં ડૂબી

સાબરકાંઠા પંથકમાં કૃપા વરસાવી છે. હિંમતનગર, ઇડર, અવરલ્લી સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. વરસાદના હિંમતનગરના હમીરગઢ ગામ નજીક આવેલ અંડરબ્રિજ સહિત ઠેર-ઠેર પાણી ભરાય છે. ત્યારે હિંમતનગરથી વીરાવડા - હમીરગઢ બસ હમીરગઢ અંડર બ્રિજમાંથી પસાર થતી સેન્સર બંધ પડી જતાં પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. જેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. દર વર્ષે ચોમાસાની સિઝનમાં વરસાદના તેમજ ખેતરોના પાણી અંડરબ્રિજ પાણી ભરાય જાય છે. 

આ પણ વાંચો: ગુજરાતના આ વિસ્તારને આગામી 3 કલાક વરસાદ ધમરોળશે, જુઓ હવામાન વિભાગની આગાહી


કચ્છમાં સૌથી વધુ 75 ટકા વરસાદ નોંધાયો

બીજી તરફ આજે (29મી જુલાઈ) સવારે 6થી 10 વાગ્યા સુધીમાં તલોદ, હિંમતનગર અને મેઘરજ તાલુકામાં ત્રણ–ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત માણસા, મહેસાણા, ખાનપુર, જોટાણામાં બે-બે ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 55 ટકાથી વધુ નોંધાયો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ 75 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં કુલ 73 ટકા, દક્ષિણ ગુજરાતમાં 69 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 37 ટકા અને ઉત્તર ગુજરાતમાં 30 ટકા જેટલો વરસાદ વરસ્યો છે.