ઇસનપુર પોલીસે સામુહીક આપઘાત કરવા ગયેલા પરિવારને બચાવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ, બુધવાર
આર્થિક સંકડામણના કારણે ઇસનપુરમાં રહેતો શ્રમજીવી આખો પરિવાર સાબરતમી રિવરફ્રન્ટ ઉપર આપઘાત કરવા પહોચ્યો હતો. આ બનાવની જાણ થતાં ઈસનપુર પોલીસ દ્વારા આત્મહત્યા કરવા માટે ગયેલા પરીવારજનોને શોધી કાઢીને આખા પરીવારને સામુહિક આત્મહતા કરતા પહેલા બચાવી લીધો હતો તેમના ઉપર વધી ગયેલ લાખો રૃપિાયનું દેવું અને બાળકોની સ્કૂલ ફી પોલીસ અધિકારીઓ તથા સામાજિક આગેવાનોની મદદથી ભરપાઈ કરી જીવનની ગાડી પાટે ચડાવી હોવાનો અનોખો કિસ્સો પ્રકાશમંાં આવ્યો છે.
ઇસનપુરના પોલીસ અધિકારીઓ તેમજ સામાજિક આગેવાનોની મદદથી બેન્ક લોન, બાળકોની ફી ભરી લાખો રૃપિયાની મદદ કરી જીવનની ગાડી પાટે ચડાવી
ઇસનપુર પોલીસ સ્ટેશન રહેતા યુવકને બેન્ક લોન સહીત દેવુ વધી ગયું હતું જેને લઇને આથક સંકડામણના કારણે તેઓ પરિવાર સાથે આત્મહત્યા કરવા સાબરમતી રીવરફન્ટ ગયા હોવાની પોલીસને માહિતી મળી હતી જેને લઇને ઇસનપુર પોલીસે તાત્કાલીક કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં આત્મહત્યા કરવા માટે નીકળી ગયેલા પરીવારના ચાર વ્યકિતને શોધી કાઢયો હતો અને સામુહીક આત્મહત્યા કરતા પહેલા બચાવી લઇને પરિવારનો માળો વિખાય જતાં બચાવ્યો હતો.
What's Your Reaction?






