ઇન્સ્ટા પર મિત્રતા ભારે પડી! વિધર્મીએ સુરતની યુવતીને બિભત્સ ફોટા વાઈરલ કરવાની ધમકી આપી 66 હજાર રૂપિયા પડાવ્યા

Oct 3, 2025 - 22:30
ઇન્સ્ટા પર મિત્રતા ભારે પડી! વિધર્મીએ સુરતની યુવતીને બિભત્સ ફોટા વાઈરલ કરવાની ધમકી આપી 66 હજાર રૂપિયા પડાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Surat News : સુરતમાં નોકરી કરતી 20 વર્ષીય યુવતી સાથે ચાર વર્ષ અગાઉ ઇન્સ્ટાગ્રામ મારફતે મિત્રતા કરી અલીગઢના વિધર્મી યુવાને વીડિયોકોલ દ્વારા કપડા ઉતરાવી સ્ક્રિનશોટ લઈ લીધા હતા અને બ્લેકમેઈલ કરીને રૂ.66 હજાર પડાવી ધમકી આપી હતી. સમગ્ર મામલે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. 

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, મૂળ સૌરાષ્ટ્રના વતની અને સુરતમાં રહેતા પરિવારની 20 વર્ષની દિકરી સ્વીટી (નામ બદલ્યું છે) ચાર વર્ષ અગાઉ અલીગઢના મોહમંદ ઝીશાન સાથે ઈન્સ્ટાગ્રામ મારફતે સંપર્કમાં આવી હતી. માતા-પિતા અને બહેન સાથે રહેતા ઝીશાને પોતાનું ઘર અલીગઢ અને આગ્રામાં છે તેમજ પોતાની કોસ્મેટીકની દુકાન છે, તેમ કહી સ્વીટી સાથે અવારનવાર મેસેજ મારફતે વાત કરી બાદમાં મોબાઈલ નંબર માંગતા સ્વીટીએ તેને નંબર આપ્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0