આરટીઓમાં વીજ પુરવઠો ખોરવાતા અરજદારોને હાલાકી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રવિવારની રજા બાદ આજે સોમવારે દરજીપુરા સ્થિત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (આરટીઓ) ખાતે અરજદારોની ભારે ભીડ જોવા મળી હતી.
વાહન નોંધણી, લાયસન્સ, ટ્રાન્સફર સહિતની વિવિધ કામગીરી માટે મોટી સંખ્યામાં લોકો વહેલી સવારથી જ કચેરીએ પહોંચ્યા હતા, જોકે પ્રિ-મોન્સૂન કામગીરીના પગલે વીજ પુરવઠાના શટડાઉનને કારણે કચેરીમાં તમામ પ્રકારની કામગીરી સંપૂર્ણપણે બંધ રહેતા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
કચેરી શરૂ થતાની સાથે સવારથી જ વીજ પુરવઠો ખોરવાતા આરટીઓ કચેરીની કામગીરી શરૂ થઈ શકી નહોતી. પરિણામે વિવિધ કામ માટે પહોંચેલા લોકો કચેરી પરિસરમાં કલાકો સુધી રાહ જોતા રહ્યા હતા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

