આરટીઓનું ખામીયુક્ત સર્વર ઠપ્પ થતા ટુ-વ્હીલર્સ ડીલરોને આર્થિક નુકશાન

અમદાવાદ,મંગળવારટુ વ્હીલર્સ ડીલરોને વાહન વેચાણ સમયે વાહન  પોર્ટલ પરથી આરટીઓ ટેક્ષનું ઓનલાઇન પેમેન્ટ કરવાનું રહે છે. પરંતુ, પેમેન્ટ સમયે વાહન પોર્ટલનું ઠપ્પ થવાને કારણે મોટાભાગના કિસ્સામાં ટુ-વ્હીલર્સ ડીલરોના એકાઉન્ટમાંથી કપાયેલા નાણાંની રીસીપ્ટ જનરેટ થતી નથી અને  રીફંડ પણ કરવામાં આવતું  ન હોવાની ફરિયાદ ઉઠી છે.  સમગ્ર ગુજરાતના વિવિધ ટુ વ્હીલર્સ ડીલર્સના ૧૨૦૦૦ હજારથી વધુના પેમેન્ટની લાખો રૂપિયાની રકમ રીફંડ ન થઇ હોવાનું જાણવા મળ્યું છે. જે અનુસંધાનમાં  રાજ્યના આરટીઓ વિભાગ દ્વારા આ મુશ્કેલીનો સત્વરે ઉકેલ આપવામાં આવે તે માટે કોંગ્રેસ ગુજરાત પ્રદેશના મહામંત્રી નિશિત વ્યાસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. રાજ્યના ટુ-વ્હીલર્સ ડીલર્સને ડીમ્ડ આરટીઓ ઓળખવામાં આવે છે. જેમાં તેમના દ્વારા વેચાણ કરવામાં આવતા ટુ-વ્હીલર્સની   વિવિધ ફી ઓનલાઇન આરટીઓના વાહન પોર્ટલથી જમા કરાવે છે. પરંતુ, અનેકવાર વાહન પોર્ટલના સર્વરમાં ખામી સર્જાય ત્યારે ઓનલાઇન પેમેન્ટની પ્રોસેસમાં ડીલરના એકાઉન્ટમાંથી નાણાં કપાઇ જાય છે. પરંતુ, વાહન પોર્ટલમાં ટેક્સ જનરેટ થતો નથી. જેથી આ ફી ફરીથી ઓનલાઇન ભરવી પડે છે.  પરંતુ,  અગાઉ ટુ-વ્હીલર માટે ભરવામાં આવેલા ટેક્ષના નાણાં રીફંડ થતા નથી. આમ, વાહન પોર્ટલની આ ખામીને કારણે અંદાજે ૧૨ હજારથી વધારે પેેમેન્ટના રીફંડ થયા નથી. જેની લાખોમાં થવા જાય છે.  જેથી  રાજ્યના આરટીઓને રજૂઆત કરવામાં આવી છે કે  વાહન પોર્ટલની ખામીને સુધારીને ફેઇલ થતુ પેમેન્ટ  ડુપ્લીકેટ ગણીને તેને રીફંડ કરવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવે. જેથી ટુ વ્હીલર્સ ડીલરોને પડતી મુશ્કેલીનો અંત આવે.આ અંગે આરટીઓની કામગીરી  સાથે જોડાયેલા નિષ્ણાંત હાર્દિક પરમારે જણાવ્યું  કે  આરટીઓમાં સારથી અને વાહન પોર્ટલ સક્રિય છે. જેમાં  સારથીમાં લાયસન્સને લગતી કામગીરી કરવામાં આવે છે. સારથી સર્વરમાં ખામી થતા કરવામાં આવેલુ પેમેન્ટ મોટાભાગના કિસ્સામાં પરત મળી જાય છે. પરંતુ, વાહન પોર્ટલમાં રહેલી ખામીને કારણે રીફંડ ન થવાના કિસ્સા બને છે.આરટીઓમાં આ અંગે અગાઉ પણ અનેક રજૂઆત કરવામાં આવી છે. પરંતુ, હજુ સુધી આ સમસ્યાનો નિવેડો નથી આવ્યો.  

આરટીઓનું ખામીયુક્ત સર્વર ઠપ્પ થતા ટુ-વ્હીલર્સ ડીલરોને આર્થિક નુકશાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,મંગળવાર

ટુ વ્હીલર્સ ડીલરોને વાહન વેચાણ સમયે વાહન  પોર્ટલ પરથી આરટીઓ ટેક્ષનું ઓનલાઇન પેમેન્ટ કરવાનું રહે છે. પરંતુ, પેમેન્ટ સમયે વાહન પોર્ટલનું ઠપ્પ થવાને કારણે મોટાભાગના કિસ્સામાં ટુ-વ્હીલર્સ ડીલરોના એકાઉન્ટમાંથી કપાયેલા નાણાંની રીસીપ્ટ જનરેટ થતી નથી અને  રીફંડ પણ કરવામાં આવતું  ન હોવાની ફરિયાદ ઉઠી છે.  સમગ્ર ગુજરાતના વિવિધ ટુ વ્હીલર્સ ડીલર્સના ૧૨૦૦૦ હજારથી વધુના પેમેન્ટની લાખો રૂપિયાની રકમ રીફંડ ન થઇ હોવાનું જાણવા મળ્યું છે. જે અનુસંધાનમાં  રાજ્યના આરટીઓ વિભાગ દ્વારા આ મુશ્કેલીનો સત્વરે ઉકેલ આપવામાં આવે તે માટે કોંગ્રેસ ગુજરાત પ્રદેશના મહામંત્રી નિશિત વ્યાસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. રાજ્યના ટુ-વ્હીલર્સ ડીલર્સને ડીમ્ડ આરટીઓ ઓળખવામાં આવે છે. જેમાં તેમના દ્વારા વેચાણ કરવામાં આવતા ટુ-વ્હીલર્સની   વિવિધ ફી ઓનલાઇન આરટીઓના વાહન પોર્ટલથી જમા કરાવે છે. પરંતુ, અનેકવાર વાહન પોર્ટલના સર્વરમાં ખામી સર્જાય ત્યારે ઓનલાઇન પેમેન્ટની પ્રોસેસમાં ડીલરના એકાઉન્ટમાંથી નાણાં કપાઇ જાય છે. પરંતુ, વાહન પોર્ટલમાં ટેક્સ જનરેટ થતો નથી. જેથી આ ફી ફરીથી ઓનલાઇન ભરવી પડે છે.  પરંતુઅગાઉ ટુ-વ્હીલર માટે ભરવામાં આવેલા ટેક્ષના નાણાં રીફંડ થતા નથી. આમ, વાહન પોર્ટલની આ ખામીને કારણે અંદાજે ૧૨ હજારથી વધારે પેેમેન્ટના રીફંડ થયા નથી. જેની લાખોમાં થવા જાય છે.  જેથી  રાજ્યના આરટીઓને રજૂઆત કરવામાં આવી છે કે  વાહન પોર્ટલની ખામીને સુધારીને ફેઇલ થતુ પેમેન્ટ  ડુપ્લીકેટ ગણીને તેને રીફંડ કરવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવે. જેથી ટુ વ્હીલર્સ ડીલરોને પડતી મુશ્કેલીનો અંત આવે.

આ અંગે આરટીઓની કામગીરી  સાથે જોડાયેલા નિષ્ણાંત હાર્દિક પરમારે જણાવ્યું  કે  આરટીઓમાં સારથી અને વાહન પોર્ટલ સક્રિય છે. જેમાં  સારથીમાં લાયસન્સને લગતી કામગીરી કરવામાં આવે છે. સારથી સર્વરમાં ખામી થતા કરવામાં આવેલુ પેમેન્ટ મોટાભાગના કિસ્સામાં પરત મળી જાય છે. પરંતુ, વાહન પોર્ટલમાં રહેલી ખામીને કારણે રીફંડ ન થવાના કિસ્સા બને છે.આરટીઓમાં આ અંગે અગાઉ પણ અનેક રજૂઆત કરવામાં આવી છે. પરંતુ, હજુ સુધી આ સમસ્યાનો નિવેડો નથી આવ્યો.