Bharuchના વાગરાની એક કંપનીમાંથી કલરયુકત પાણી છોડાતા GPCBએ હાથધરી તપાસ
ભરૂચના વાગરાની કંપનીમા GPCBની તપાસ સાયખાની ગ્લોબેલા કંપનીમાં GPCBની તપાસ શંકાસ્પદ કલરયુક્ત પાણીના નમૂના લેવાયા ભરૂચના વાગરા તાલુકામાં આવેલ સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કાર્યરત ગ્લોબેલા કંપની પાસે કાંસમાં કલરયુક્ત પાણી વહેતા થતા જીપીસીબી દ્વારા નમૂના લઈને તપાસ હાથ ધરવામાં આવી છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે,કંપનીમાંથી કલરયુક્ત પાણી કાંસાં છોડાયુ હતુ જેને લઈ સ્થાનિકોનો ફરિયાદના આધારે જીપીસીબીએ તપાસ હાથધરી પાણીના નમૂના લીધા હતા. ફરિયાદ બાદ GPCBએ તપાસ કરી સાયખા જીઆઇડીસીમાં ધમધમતા ઉદ્યોગો અને ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી પાણી સાથે કલર અને કેમિકલયુક્ત પ્રવાહી છોડતા હોવાની બૂમો ઉઠવા પામી છે.ગતરોજ સાયખામાં કાર્યરત ગ્લોબેલા ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી શંકાસ્પદ પ્રવાહી છોડાયુ હોવાની માહિતી એક જાગૃત નાગરિકને હતી તેની ફરિયાદના આધારે જિલ્લા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ દોડી આવી હતી. અને સઘન તપાસ આરંભી હતી. કાંસમાં છોડાયુ પાણી જીપીસીબી અધિકારીના માર્ગદર્શન હેઠળ કંપની બહારથી પસાર થતા વરસાદી કાંસમાં કાળા કલરનું પાણી વહેતા તેના નમૂના લેવામાં આવ્યા હતા. અને શંકાસ્પદ પ્રવાહી મામલે વધુ તપાસ જીપીસીબી દ્વારા હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, સાયખામાં કાર્યરત અને ઉદ્યોગો ડાયસ ઇન્ટરમિડીયેટ અને ફાર્મા પ્રોડક્ટ બનાવે છે. કેટલાક બેજવાબદાર ઉદ્યોગો વરસાદ શરૂ થતાંજ કેમિકલયુક્ત તેમજ કલરયુક્ત પ્રવાહી વરસાદી પાણીની ઓથમાં છોડી દેતા હોય છે. રીપોર્ટના આધારે હાથધરાશે કાર્યવાહી ભૂતકાળમાં જીપીસીબી દ્વારા અનેક ઉદ્યોગોને તાળા બંધી કરવામાં આવી છે. તયારે વધુ એક શંકાસ્પદ મામલો સામે આવતા જીપીસીબીની ટીમ સ્થળ પર દોડી આવી હતી. અને તપાસ હાથધરી હતી.આ સમગ્ર મામલે આગળ પાણીનો શું રીપોર્ટ આવે છે તેની સ્થાનિકો રાહ જોઈ રહ્યાં છે,શું અધિકારીઓ દ્રારા પ્રદૂષણને તેમજ સ્થાનિકોને નુકસાન પહોંચાડનાર સામે કોઈ કાર્યવાહી કરાશે કે નહી તે જોવું રહ્યું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ભરૂચના વાગરાની કંપનીમા GPCBની તપાસ
- સાયખાની ગ્લોબેલા કંપનીમાં GPCBની તપાસ
- શંકાસ્પદ કલરયુક્ત પાણીના નમૂના લેવાયા
ભરૂચના વાગરા તાલુકામાં આવેલ સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કાર્યરત ગ્લોબેલા કંપની પાસે કાંસમાં કલરયુક્ત પાણી વહેતા થતા જીપીસીબી દ્વારા નમૂના લઈને તપાસ હાથ ધરવામાં આવી છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે,કંપનીમાંથી કલરયુક્ત પાણી કાંસાં છોડાયુ હતુ જેને લઈ સ્થાનિકોનો ફરિયાદના આધારે જીપીસીબીએ તપાસ હાથધરી પાણીના નમૂના લીધા હતા.
ફરિયાદ બાદ GPCBએ તપાસ કરી
સાયખા જીઆઇડીસીમાં ધમધમતા ઉદ્યોગો અને ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી પાણી સાથે કલર અને કેમિકલયુક્ત પ્રવાહી છોડતા હોવાની બૂમો ઉઠવા પામી છે.ગતરોજ સાયખામાં કાર્યરત ગ્લોબેલા ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી શંકાસ્પદ પ્રવાહી છોડાયુ હોવાની માહિતી એક જાગૃત નાગરિકને હતી તેની ફરિયાદના આધારે જિલ્લા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ દોડી આવી હતી. અને સઘન તપાસ આરંભી હતી.
કાંસમાં છોડાયુ પાણી
જીપીસીબી અધિકારીના માર્ગદર્શન હેઠળ કંપની બહારથી પસાર થતા વરસાદી કાંસમાં કાળા કલરનું પાણી વહેતા તેના નમૂના લેવામાં આવ્યા હતા. અને શંકાસ્પદ પ્રવાહી મામલે વધુ તપાસ જીપીસીબી દ્વારા હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, સાયખામાં કાર્યરત અને ઉદ્યોગો ડાયસ ઇન્ટરમિડીયેટ અને ફાર્મા પ્રોડક્ટ બનાવે છે. કેટલાક બેજવાબદાર ઉદ્યોગો વરસાદ શરૂ થતાંજ કેમિકલયુક્ત તેમજ કલરયુક્ત પ્રવાહી વરસાદી પાણીની ઓથમાં છોડી દેતા હોય છે.
રીપોર્ટના આધારે હાથધરાશે કાર્યવાહી
ભૂતકાળમાં જીપીસીબી દ્વારા અનેક ઉદ્યોગોને તાળા બંધી કરવામાં આવી છે. તયારે વધુ એક શંકાસ્પદ મામલો સામે આવતા જીપીસીબીની ટીમ સ્થળ પર દોડી આવી હતી. અને તપાસ હાથધરી હતી.આ સમગ્ર મામલે આગળ પાણીનો શું રીપોર્ટ આવે છે તેની સ્થાનિકો રાહ જોઈ રહ્યાં છે,શું અધિકારીઓ દ્રારા પ્રદૂષણને તેમજ સ્થાનિકોને નુકસાન પહોંચાડનાર સામે કોઈ કાર્યવાહી કરાશે કે નહી તે જોવું રહ્યું.