Ahmedabad: પ્રિ-સ્કૂલના સંચાલકોનું અલ્ટિમેટમ, નિરાકરણ નહીં આવરુ તો આંદોલન
રાજ્યભરમાં સાસોયટી, ગલીઓમાં ચાલતી પ્રિ-સ્કૂલની નોંધણી માટે આપેલી એક વર્ષની મુદત આગામી ફેબ્રુઆરી-2025માં પૂર્ણ થવાની છે. બીજી તરફ શિક્ષણ વિભાગે નોંધણીની ગાઇડલાઇનમાં જે આકરા નિયમો લાગુ કરવામાં આવ્યાં છે એ જોતા અત્યાર સુધીમાં 1 ટકો સ્કૂલોનું રજિસ્ટ્રેશન થયું ન હોવાનું જાણવા મળ્યું છે.નોંધણીની ગાઇડલાઇનમાં ભાડા કરાર, બીયુ પરમિશન સહિતના મુદ્દે ફેરફાર કરવા અંગે પ્રિ-સ્કૂલ સંચાલકોએ સરકારમાં વારંવાર રજૂઆત પણ કરી હોવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. આ જોતા હવરુ મૂદત નજીક આવતાં સંચાલકો આક્રમક બન્યા છે. પ્રિ-સ્કૂલ સંચાલકોએ સરકારને લાંબા પત્રમાં છેલ્લુ અલ્ટીમેટમ આપ્યું છે કે જો અમારી માગ સ્વીકારી ગાઇડલાઇનમાં ફેરફાર નહીં કરાય તો આંદોલનનો માર્ગ અપનાવીશુ. જેના માટે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ બાદ 1 હજારથી વધુ સંચાલકો સચિવાલય સુધી ઘસી આવીશું એવી ચીમકી ઉચ્ચારી છે.પ્રિ-સ્કૂલ સંચાલકોએ કરેલી રજૂઆતમાં વિવિધ ત્રણ મુદ્દાઓને લઈને સ્પષ્ટતા કરવા માટે જણાવાયું હતું. સરકાર દ્વારા રજિસ્ટ્રેશન માટે ઘડવામાં આવરુલા નિયમોની સામે પ્રિ-સ્કૂલોએ જે રજૂઆત કરી છે, તેમાં જણાવાયું છે કે, કોઈ પણ (રેસિડેન્શિયલ, કોમર્શિયલ, એજ્યુકેશનલ) બી.યુ. પરમિશન માન્ય રાખવામાં આવરુ અને બી.યુ. પરમિશન ન હોવાના કિસ્સામાં સ્ટ્રકચરલ સ્ટેબિલિટી સર્ટિફ્કિેટને પણ માન્ય રાખવામાં આવવું જોઈએ. આ ઉપરાંત 15 વર્ષના રજિસ્ટર્ડ ભાડા કરારને બદલે સાદો નોટરાઇઝડ ભાડા કરારની મંજૂરી આપવામાં આવરુતો આ પ્રશ્ન હલ થઈ જાય તેમ છે. જ્યારે ટ્રસ્ટ / નોન પ્રોફ્ટિ કંપની / સહકારી મંડળીની સાથે સાથે પ્રોપરાઇટર કે ભાગીદારીનો ઓપ્શન પણ પ્રિ-સ્કૂલની નોંધણી માટે હોવો જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી છે. જેના પગલે પ્રિ-સ્કૂલ દ્વારા સરકારને અંતિમ અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો સરકાર દ્વારા જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધીમાં નવી પોલિસીમાં ફેરફર કરવા અંગે ચોક્કસ નિર્ણય નહીં કરે તો પ્રિ-સ્કૂલના 1 હજાર જેટલા સંચાલકો સચિવાલયમાં જઈને મંત્રીને મળશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યભરમાં સાસોયટી, ગલીઓમાં ચાલતી પ્રિ-સ્કૂલની નોંધણી માટે આપેલી એક વર્ષની મુદત આગામી ફેબ્રુઆરી-2025માં પૂર્ણ થવાની છે. બીજી તરફ શિક્ષણ વિભાગે નોંધણીની ગાઇડલાઇનમાં જે આકરા નિયમો લાગુ કરવામાં આવ્યાં છે એ જોતા અત્યાર સુધીમાં 1 ટકો સ્કૂલોનું રજિસ્ટ્રેશન થયું ન હોવાનું જાણવા મળ્યું છે.
નોંધણીની ગાઇડલાઇનમાં ભાડા કરાર, બીયુ પરમિશન સહિતના મુદ્દે ફેરફાર કરવા અંગે પ્રિ-સ્કૂલ સંચાલકોએ સરકારમાં વારંવાર રજૂઆત પણ કરી હોવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. આ જોતા હવરુ મૂદત નજીક આવતાં સંચાલકો આક્રમક બન્યા છે. પ્રિ-સ્કૂલ સંચાલકોએ સરકારને લાંબા પત્રમાં છેલ્લુ અલ્ટીમેટમ આપ્યું છે કે જો અમારી માગ સ્વીકારી ગાઇડલાઇનમાં ફેરફાર નહીં કરાય તો આંદોલનનો માર્ગ અપનાવીશુ. જેના માટે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ બાદ 1 હજારથી વધુ સંચાલકો સચિવાલય સુધી ઘસી આવીશું એવી ચીમકી ઉચ્ચારી છે.પ્રિ-સ્કૂલ સંચાલકોએ કરેલી રજૂઆતમાં વિવિધ ત્રણ મુદ્દાઓને લઈને સ્પષ્ટતા કરવા માટે જણાવાયું હતું. સરકાર દ્વારા રજિસ્ટ્રેશન માટે ઘડવામાં આવરુલા નિયમોની સામે પ્રિ-સ્કૂલોએ જે રજૂઆત કરી છે, તેમાં જણાવાયું છે કે, કોઈ પણ (રેસિડેન્શિયલ, કોમર્શિયલ, એજ્યુકેશનલ) બી.યુ. પરમિશન માન્ય રાખવામાં આવરુ અને બી.યુ. પરમિશન ન હોવાના કિસ્સામાં સ્ટ્રકચરલ સ્ટેબિલિટી સર્ટિફ્કિેટને પણ માન્ય રાખવામાં આવવું જોઈએ. આ ઉપરાંત 15 વર્ષના રજિસ્ટર્ડ ભાડા કરારને બદલે સાદો નોટરાઇઝડ ભાડા કરારની મંજૂરી આપવામાં આવરુતો આ પ્રશ્ન હલ થઈ જાય તેમ છે. જ્યારે ટ્રસ્ટ / નોન પ્રોફ્ટિ કંપની / સહકારી મંડળીની સાથે સાથે પ્રોપરાઇટર કે ભાગીદારીનો ઓપ્શન પણ પ્રિ-સ્કૂલની નોંધણી માટે હોવો જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી છે. જેના પગલે પ્રિ-સ્કૂલ દ્વારા સરકારને અંતિમ અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો સરકાર દ્વારા જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધીમાં નવી પોલિસીમાં ફેરફર કરવા અંગે ચોક્કસ નિર્ણય નહીં કરે તો પ્રિ-સ્કૂલના 1 હજાર જેટલા સંચાલકો સચિવાલયમાં જઈને મંત્રીને મળશે.