Nadiad મહાનગરપાલિકાનું 897.17 કરોડનું પ્રથમ બજેટ થયું રજૂ, નાગરિકોની સુવિધાઓમાં કરાશે વધારો
નડિયાદ મહાનગરપાલિકા કચેરી ખાતે મહાનગરપાલિકાના વહીવટદાર જિલ્લા કલેકટર અને નડિયાદ ધારાસભ્યની વિશેષ ઉપસ્થિતિમાં નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર જી.એચ.સોલંકીએ મહાનગરપાલિકાનું 897.17 કરોડનું પ્રથમ બજેટ રજુ કર્યું છે.વિવિધ કામો માટે રકમ ફાળવવામાં આવી જેમાં મુખ્યત્વે નગર આયોજન અને સુદ્રઢીકરણ માટે રૂપિયા 326 કરોડ, નાગરિક સુવિધાઓના કામો માટે રૂપિયા 201 કરોડ, સ્વચ્છતા માટે રૂપિયા 81 કરોડ, પાણી નિકાલ માટે રૂપિયા 49.5 કરોડ, પર્યાવરણ માટે રૂપિયા 40.5 કરોડ, આરોગ્ય માટે રૂપિયા 17.75 કરોડ, સીટી મોબિલિટી માટે રૂપિયા 17.25 કરોડ, સાંસ્કૃતિક વારસાના જતન માટે રૂપિયા 16.60 કરોડ અને નગર આયોજનને લગતા કામો માટે રૂપિયા 11.25 કરોડના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રૂપિયા 897.17 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું મહાનગરપાલિકાના વિઝન ડોક્યુમેન્ટ મુજબ નગર આયોજન અને સુદ્રઢીકરણ, પાણી નિકાલ, કર માળખું, પર્યાવરણ જાળવણી અને જળવાયુ આબોહવાના પરિવર્તનો સામે સંરક્ષણ, ગાર્ડન ડેવલપમેન્ટ, સીટી મોબિલિટી પ્લાન, નાગરિક સુવિધાઓ, દિવ્યાંગનો માટે ખાસ સુવિધાઓનું નિર્માણ, આરોગ્ય, શિક્ષણ, રમતગમત સુવિધાઓ, અર્બન લાઈવલિહુડ, પશુલક્ષી બાબતો, સાંસ્કૃતિક વારસો અને તેનું જતન, સ્વચ્છતા, આવાસ, ફાયર બ્રિગેડ અને નગર આયોજન સહિતની કામગીરી માટે રૂપિયા 897.17 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નાગરિકોની આશાઓ ઉપર ખરું ઉતરવામાં આવશે: મનપા કમિશનર આ પ્રસંગે મનપા કમિશનર જી.એચ. સોલંકીએ પ્રથમ બજેટ પ્રવચનમાં સરદાર પટેલ, મહાત્મા ગાંધીજી સાથે નડિયાદ શહેરના ગૌરવંતા મહાપુરુષોને યાદ કરી તેમની વહીવટી અને રાજકીય કુનેહને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાનના વિકસિત ભારતના સ્વપ્નને પરિપૂર્ણ કરવા માટે નડિયાદ મહાનગરપાલિકા નાગરિકોને ઉચ્ચ અને અસરકારક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા કટિબદ્ધતાથી કામગીરી કરશે અને નાગરિકોની આશાઓ ઉપર ખરું ઉતરવામાં આવશે. બજેટ ઉપર વિસ્તૃત પ્રકાશ પાડતા તેઓએ જણાવ્યું કે નગર આયોજન અને સુદ્રઢીકરણ હેતુ પાર્ટી પ્લોટ, નવી લાયબ્રેરી, ટ્રાફિક લાઈવ નેટવર્ક અપડેટ, કોમર્શિયલ કોમ્પલેક્ષ નિર્માણ, દાંડી માર્ગને આઈકોનિક રોડ તરીકે ડેવલપ કરવો, કોમ્યુનિટી હોલ અને એક્ઝિબિશન સેન્ટરનું નિર્માણ કરવામાં આવશે. ટેક્સના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી કાંસ તેમજ પાણીના વહેણની જગ્યાઓની સફાઈ કરી જરૂર જણાય પાણીના વહેણ માટે નાડાઓનું નિર્માણ કરવામાં આવશે. દરેક મિલકતને યુનિક ક્યુઆરકોડ આપી ટેક્સ મેળવવાની વ્યવસ્થા સરળ કરવામાં આવશે અને કાર્પેટ બેઝ આકારણી માટે સર્વે કરવામાં આવશે. 1 જાન્યુઆરી 2025થી 31 માર્ચ 2026 સુધી ટેક્સના દરોમાં કોઈ ફેરફાર કર્યા વગર જુના દરે મિલકત વેરાની વસુલાત કરવામાં આવશે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નડિયાદ મહાનગરપાલિકા કચેરી ખાતે મહાનગરપાલિકાના વહીવટદાર જિલ્લા કલેકટર અને નડિયાદ ધારાસભ્યની વિશેષ ઉપસ્થિતિમાં નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર જી.એચ.સોલંકીએ મહાનગરપાલિકાનું 897.17 કરોડનું પ્રથમ બજેટ રજુ કર્યું છે.
વિવિધ કામો માટે રકમ ફાળવવામાં આવી
જેમાં મુખ્યત્વે નગર આયોજન અને સુદ્રઢીકરણ માટે રૂપિયા 326 કરોડ, નાગરિક સુવિધાઓના કામો માટે રૂપિયા 201 કરોડ, સ્વચ્છતા માટે રૂપિયા 81 કરોડ, પાણી નિકાલ માટે રૂપિયા 49.5 કરોડ, પર્યાવરણ માટે રૂપિયા 40.5 કરોડ, આરોગ્ય માટે રૂપિયા 17.75 કરોડ, સીટી મોબિલિટી માટે રૂપિયા 17.25 કરોડ, સાંસ્કૃતિક વારસાના જતન માટે રૂપિયા 16.60 કરોડ અને નગર આયોજનને લગતા કામો માટે રૂપિયા 11.25 કરોડના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રૂપિયા 897.17 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું
મહાનગરપાલિકાના વિઝન ડોક્યુમેન્ટ મુજબ નગર આયોજન અને સુદ્રઢીકરણ, પાણી નિકાલ, કર માળખું, પર્યાવરણ જાળવણી અને જળવાયુ આબોહવાના પરિવર્તનો સામે સંરક્ષણ, ગાર્ડન ડેવલપમેન્ટ, સીટી મોબિલિટી પ્લાન, નાગરિક સુવિધાઓ, દિવ્યાંગનો માટે ખાસ સુવિધાઓનું નિર્માણ, આરોગ્ય, શિક્ષણ, રમતગમત સુવિધાઓ, અર્બન લાઈવલિહુડ, પશુલક્ષી બાબતો, સાંસ્કૃતિક વારસો અને તેનું જતન, સ્વચ્છતા, આવાસ, ફાયર બ્રિગેડ અને નગર આયોજન સહિતની કામગીરી માટે રૂપિયા 897.17 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે.
નાગરિકોની આશાઓ ઉપર ખરું ઉતરવામાં આવશે: મનપા કમિશનર
આ પ્રસંગે મનપા કમિશનર જી.એચ. સોલંકીએ પ્રથમ બજેટ પ્રવચનમાં સરદાર પટેલ, મહાત્મા ગાંધીજી સાથે નડિયાદ શહેરના ગૌરવંતા મહાપુરુષોને યાદ કરી તેમની વહીવટી અને રાજકીય કુનેહને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાનના વિકસિત ભારતના સ્વપ્નને પરિપૂર્ણ કરવા માટે નડિયાદ મહાનગરપાલિકા નાગરિકોને ઉચ્ચ અને અસરકારક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા કટિબદ્ધતાથી કામગીરી કરશે અને નાગરિકોની આશાઓ ઉપર ખરું ઉતરવામાં આવશે. બજેટ ઉપર વિસ્તૃત પ્રકાશ પાડતા તેઓએ જણાવ્યું કે નગર આયોજન અને સુદ્રઢીકરણ હેતુ પાર્ટી પ્લોટ, નવી લાયબ્રેરી, ટ્રાફિક લાઈવ નેટવર્ક અપડેટ, કોમર્શિયલ કોમ્પલેક્ષ નિર્માણ, દાંડી માર્ગને આઈકોનિક રોડ તરીકે ડેવલપ કરવો, કોમ્યુનિટી હોલ અને એક્ઝિબિશન સેન્ટરનું નિર્માણ કરવામાં આવશે.
ટેક્સના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી
કાંસ તેમજ પાણીના વહેણની જગ્યાઓની સફાઈ કરી જરૂર જણાય પાણીના વહેણ માટે નાડાઓનું નિર્માણ કરવામાં આવશે. દરેક મિલકતને યુનિક ક્યુઆરકોડ આપી ટેક્સ મેળવવાની વ્યવસ્થા સરળ કરવામાં આવશે અને કાર્પેટ બેઝ આકારણી માટે સર્વે કરવામાં આવશે. 1 જાન્યુઆરી 2025થી 31 માર્ચ 2026 સુધી ટેક્સના દરોમાં કોઈ ફેરફાર કર્યા વગર જુના દરે મિલકત વેરાની વસુલાત કરવામાં આવશે.