આબુ રોડ પર ખાડામાં મજૂર પડતાં બે શ્રમિકોનાં મોત,ગટર પાઈપલાઈનનું હતું કામ

ગટરની પાઈપલાઈનના ખોદકામ દરમિયાન બની ઘટના માટી ધસી પડતા દટાયા હતા 4 શ્રમિકો સ્થાનિક તંત્રએ રેસ્કયુ કરી શ્રમિકોને બહાર કાઢયા બનાસકાંઠાથી આબુરોડ પર આજે ગોઝારી ઘટના બની હતી,જેમાં 4 શ્રમિકો પાઈપલાનનું ખોદકામ કરી રહ્યાં હતા તે દરમિયાન ખાડામાં પડતા બે શ્રમિકોના ઘટના સ્થળે મોત નિપજયાં છે,તો બે શ્રમિકોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયાં છે,ફાયર વિભાગ દ્વારા શ્રમિકોને લઈ રેસ્કયું ઓપરેશન હાથધરવામાં આવ્યું હતું.બે શ્રમિકોની હાલત અત્યંત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલમાં પણ ખસેડાઈ શકાય છે.ખોદકામ દરમિયાન બની ઘટના કયારેક ખોદકામ દરમિયાન શ્રમિકો તેમનું પોતાનું ધ્યાન રાખતા નથી,તો કયારેક સેફટીના સાધનો પહેર્યા વિનાં જ કામ કરતા હોય છે,આવી જ એક ગોઝારી ઘટના આબુ રોડ પર બની જેમાં પાઈપલાઈનનું કામકાજ ચાલી રહ્યું હતુ,તે દરમિયાન 4 શ્રમિકો અચાનક નીચે પડતાં દટાયાં હતા,તો તેમાંથી બે શ્રમિકોને પડતાની સાથે જ અંતિમ શ્વાસ લીધા હતા,બે શ્રમિકો અત્યંત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડયાં છે. પોલીસે નોંધ્યો અકસ્માતે મોતનો ગુનો ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી,શ્રમિકો કયાંના હતા તેને લઈને તપાસ હાથધરી છે,બે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યાં છે અને પરિવારનો સંપર્ક કરવાની કામગીરી હાથધરી છે.પોલીસે પણ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.  

આબુ રોડ પર ખાડામાં મજૂર પડતાં બે શ્રમિકોનાં મોત,ગટર પાઈપલાઈનનું હતું કામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગટરની પાઈપલાઈનના ખોદકામ દરમિયાન બની ઘટના
  • માટી ધસી પડતા દટાયા હતા 4 શ્રમિકો
  • સ્થાનિક તંત્રએ રેસ્કયુ કરી શ્રમિકોને બહાર કાઢયા

બનાસકાંઠાથી આબુરોડ પર આજે ગોઝારી ઘટના બની હતી,જેમાં 4 શ્રમિકો પાઈપલાનનું ખોદકામ કરી રહ્યાં હતા તે દરમિયાન ખાડામાં પડતા બે શ્રમિકોના ઘટના સ્થળે મોત નિપજયાં છે,તો બે શ્રમિકોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયાં છે,ફાયર વિભાગ દ્વારા શ્રમિકોને લઈ રેસ્કયું ઓપરેશન હાથધરવામાં આવ્યું હતું.બે શ્રમિકોની હાલત અત્યંત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલમાં પણ ખસેડાઈ શકાય છે.

ખોદકામ દરમિયાન બની ઘટના

કયારેક ખોદકામ દરમિયાન શ્રમિકો તેમનું પોતાનું ધ્યાન રાખતા નથી,તો કયારેક સેફટીના સાધનો પહેર્યા વિનાં જ કામ કરતા હોય છે,આવી જ એક ગોઝારી ઘટના આબુ રોડ પર બની જેમાં પાઈપલાઈનનું કામકાજ ચાલી રહ્યું હતુ,તે દરમિયાન 4 શ્રમિકો અચાનક નીચે પડતાં દટાયાં હતા,તો તેમાંથી બે શ્રમિકોને પડતાની સાથે જ અંતિમ શ્વાસ લીધા હતા,બે શ્રમિકો અત્યંત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડયાં છે.


પોલીસે નોંધ્યો અકસ્માતે મોતનો ગુનો

ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી,શ્રમિકો કયાંના હતા તેને લઈને તપાસ હાથધરી છે,બે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યાં છે અને પરિવારનો સંપર્ક કરવાની કામગીરી હાથધરી છે.પોલીસે પણ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.