આત્મનિર્ભરતાની વાતો વચ્ચે અમદાવાદ મ્યુનિ.પર 3141 કરોડનું દેવું, વાર્ષિક હિસાબ રજૂ કરાતા નથી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

AMC Budget Meeting : આત્મનિર્ભરતાની વાતો વચ્ચે વર્ષ 2026-27ના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રુપિયા 18518 કરોડના વાર્ષિક બજેટ ઉપરની ચર્ચામા વિપક્ષનેતાએ આક્ષેપ કરતા કહ્યું, કોર્પોરેશનનુ કુલ દેવુ રુપિયા 3141 કરોડ છે. કરોડો રુપિયાના બજેટ તમે મંજૂર કરો છો પણ શહેરીજનોને હિસાબ આપતા નથી.
તમારે બજેટની સાથે વાર્ષિક અહેવાલ રજૂ કરવા જોઈએ જેથી શહેરીજનોને ખબર પડે કે તમે તેમના ટેકસના નાણાંમાંથી શું કર્યુ, શું ના કર્યુ. પરંતુ છેલ્લા બે વર્ષથી વાર્ષિક અહેવાલ જ રજૂ કરવામા આવતા નથી. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું, અમદાવાદમાં દર કલાકે બે કરોડ રુપિયાના વિકાસકામ થઈ રહ્યા છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

