આકેસણ-ચડોતર વચ્ચે પુલ તો બન્યો પણ ગામને જોડતો માર્ગ ન બનતાં હાલાકી

પાલનપુર તાલુકાના આકેસણ અને ચડોતર ગામ વચ્ચેથી પસાર થતી રેલવે લાઈનના કારણે કરોડના ખર્ચે ઓવરબ્રિજ બની ગયો છે. પરંતુ ચડોતર ગામને જોડતો રસ્તો તેમજ આકેષણ ગામને જોડતા રસ્તાનું પેવર કામ ન થવાને કારણે અહિંથી પસાર થતા લોકોને રોજબરોજ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.પાલનપુર તાલુકાના આકેસણ ગામથી ચડોતર તરફના માર્ગમાં આવતી રેલવે લાઈનના કારણે કરોડો રૂપિયાના ખર્ચે રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. આમ રેલવે ઓવરબ્રિજનું કામ પૂર્ણ થયા બાદ આકેસણ ગામમાં જવાના માર્ગ અને બીજી તરફ ચડોતર ગામમાં જવાનો માર્ગ હજુ પણ ધૂળિયો રસ્તો હોય છે અને કાચા રસ્તાને કારણે અહિં પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. સ્થાનિક લોકો દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં બાંધકામ વિભાગ દ્વારા આ અંગે કોઈ નિર્ણય આવ્યો નથી. ત્યારે આ અંગે પાલનપુર ધારાસભ્ય દ્વારા સ્થળની મુલાકાત લઈ અને જરૂરી રોડનું કામ પૂર્ણ કરવામાં આવે તેવી ચડોતર અને આકેસણ ગામના લોકોની ઉગ્ર માંગ છે. બ્રિજ બન્યાના બે વર્ષ પછી પણ રસ્તાનો નિકાલ નહીં પાલનપુર ગાંધીધામ રેલવે લાઈન ડીએફસી લાઈનનું કામ પૂર્ણ થયા બાદ વચ્ચે આવતા ગામને જોડતા રસ્તા ઉપર બ્રિજ બનાવવામાં આવ્યો છે. તેમાં પાલનપુર તાલુકાના ચડોતર અને આકેસણ ગામને જોડતો માર્ગ ઉપરનો બ્રિજ પૂર્ણ થયો છે. પરંતુ આ બંને ગામના ચાર માર્ગ હજુ પણ પાકા થયા નથી.

આકેસણ-ચડોતર વચ્ચે પુલ તો બન્યો પણ ગામને જોડતો માર્ગ ન બનતાં હાલાકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પાલનપુર તાલુકાના આકેસણ અને ચડોતર ગામ વચ્ચેથી પસાર થતી રેલવે લાઈનના કારણે કરોડના ખર્ચે ઓવરબ્રિજ બની ગયો છે. પરંતુ ચડોતર ગામને જોડતો રસ્તો તેમજ આકેષણ ગામને જોડતા રસ્તાનું પેવર કામ ન થવાને કારણે અહિંથી પસાર થતા લોકોને રોજબરોજ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

પાલનપુર તાલુકાના આકેસણ ગામથી ચડોતર તરફના માર્ગમાં આવતી રેલવે લાઈનના કારણે કરોડો રૂપિયાના ખર્ચે રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. આમ રેલવે ઓવરબ્રિજનું કામ પૂર્ણ થયા બાદ આકેસણ ગામમાં જવાના માર્ગ અને બીજી તરફ ચડોતર ગામમાં જવાનો માર્ગ હજુ પણ ધૂળિયો રસ્તો હોય છે અને કાચા રસ્તાને કારણે અહિં પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. સ્થાનિક લોકો દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં બાંધકામ વિભાગ દ્વારા આ અંગે કોઈ નિર્ણય આવ્યો નથી. ત્યારે આ અંગે પાલનપુર ધારાસભ્ય દ્વારા સ્થળની મુલાકાત લઈ અને જરૂરી રોડનું કામ પૂર્ણ કરવામાં આવે તેવી ચડોતર અને આકેસણ ગામના લોકોની ઉગ્ર માંગ છે.

બ્રિજ બન્યાના બે વર્ષ પછી પણ રસ્તાનો નિકાલ નહીં

પાલનપુર ગાંધીધામ રેલવે લાઈન ડીએફસી લાઈનનું કામ પૂર્ણ થયા બાદ વચ્ચે આવતા ગામને જોડતા રસ્તા ઉપર બ્રિજ બનાવવામાં આવ્યો છે. તેમાં પાલનપુર તાલુકાના ચડોતર અને આકેસણ ગામને જોડતો માર્ગ ઉપરનો બ્રિજ પૂર્ણ થયો છે. પરંતુ આ બંને ગામના ચાર માર્ગ હજુ પણ પાકા થયા નથી.