અશ્વિને કર્યો મોટો ખુલાસો, ધોની 15 વર્ષથી આપતો હતો આ ખાસ સલાહ

એમએસ ધોનીએ રવિચંદ્ર અશ્વિનને આપી સલાહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ કારકિર્દીની શરૂઆત કરી હતી અશ્વિને ટેસ્ટમાં પોતાની 600 વિકેટ પણ પૂરી કરી હતી ભારતીય ક્રિકેટના ઈતિહાસના સૌથી સફળ કેપ્ટનોમાંના એક મહેન્દ્ર સિંહ ધોની ભલે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતો ના હોય, પરંતુ આજે પણ ઘણા ક્રિકેટરો ધોનીની સલાહને અવગણતા નથી. આજે પણ ઘણા ભારતીય બોલરોને યાદ છે કે ધોની વિકેટ પાછળ બોલરો સાથે જે યોજના બનાવતો હતો અને મેચને પલટતો હતો. હવે ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર આર અશ્વિને મોટો ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે એમએસ ધોની તેને છેલ્લા 15 વર્ષથી શું સલાહ આપી છે. ધોનીએ અશ્વિનને આપી સલાહ અશ્વિને કહ્યું કે જ્યારે હું તેને દિલ્હી અને ચેન્નાઈ વચ્ચે રમાયેલી મેચ બાદ દુબઈમાં મળ્યો હતો ત્યારે મેં તેને મારી બોલિંગ વિશે પૂછ્યું હતું કે તમને તે કેવી લાગી, કારણ કે તે સમયે મેં બેક સ્પિનને મજબૂત બનાવી હતી. ત્યારે ધોનીએ કહ્યું હતું કે તમે હંમેશા આવા જ રહ્યા છો અને આ તમારી તાકાત પણ છે. તમે હંમેશા તમારી બોલિંગ પર કામ કરતા રહો અને ધોની મને આ પહેલા પણ કહેતો આવ્યો છે. અશ્વિન કહે છે કે ધોની માત્ર ખેલાડીના ક્રિકેટને જ જોતો નથી પરંતુ તેની માનસિક શક્તિ અને ક્ષમતાને પણ જુએ છે. ધોનીની કેપ્ટનશીપ હેઠળ કારકિર્દીની શરૂઆત કરી આર અશ્વિને તેની ક્રિકેટ કારકિર્દી મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાની હેઠળ શરૂ કરી હતી. અશ્વિને ધોની સાથે મળીને 2011 ODI વર્લ્ડકપ અને 2013 ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. અશ્વિન IPL 2024થી ક્રિકેટના મેદાનથી દૂર છે. અશ્વિન હવે મોટાભાગે માત્ર ટેસ્ટ ક્રિકેટમાં જ રમતા જોવા મળે છે. છેલ્લી વખત અશ્વિન ઈંગ્લેન્ડ સાથે રમાયેલી ટેસ્ટ સિરીઝમાં ટીમ ઈન્ડિયા તરફથી રમ્યો હતો. અશ્વિને આ સિરીઝમાં પોતાની 600 વિકેટ પણ પૂરી કરી હતી.

અશ્વિને કર્યો મોટો ખુલાસો, ધોની 15 વર્ષથી આપતો હતો આ ખાસ સલાહ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • એમએસ ધોનીએ રવિચંદ્ર અશ્વિનને આપી સલાહ
  • ધોનીની કેપ્ટનશીપ હેઠળ કારકિર્દીની શરૂઆત કરી હતી
  • અશ્વિને ટેસ્ટમાં પોતાની 600 વિકેટ પણ પૂરી કરી હતી

ભારતીય ક્રિકેટના ઈતિહાસના સૌથી સફળ કેપ્ટનોમાંના એક મહેન્દ્ર સિંહ ધોની ભલે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતો ના હોય, પરંતુ આજે પણ ઘણા ક્રિકેટરો ધોનીની સલાહને અવગણતા નથી. આજે પણ ઘણા ભારતીય બોલરોને યાદ છે કે ધોની વિકેટ પાછળ બોલરો સાથે જે યોજના બનાવતો હતો અને મેચને પલટતો હતો. હવે ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર આર અશ્વિને મોટો ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે એમએસ ધોની તેને છેલ્લા 15 વર્ષથી શું સલાહ આપી છે.

ધોનીએ અશ્વિનને આપી સલાહ

અશ્વિને કહ્યું કે જ્યારે હું તેને દિલ્હી અને ચેન્નાઈ વચ્ચે રમાયેલી મેચ બાદ દુબઈમાં મળ્યો હતો ત્યારે મેં તેને મારી બોલિંગ વિશે પૂછ્યું હતું કે તમને તે કેવી લાગી, કારણ કે તે સમયે મેં બેક સ્પિનને મજબૂત બનાવી હતી. ત્યારે ધોનીએ કહ્યું હતું કે તમે હંમેશા આવા જ રહ્યા છો અને આ તમારી તાકાત પણ છે. તમે હંમેશા તમારી બોલિંગ પર કામ કરતા રહો અને ધોની મને આ પહેલા પણ કહેતો આવ્યો છે. અશ્વિન કહે છે કે ધોની માત્ર ખેલાડીના ક્રિકેટને જ જોતો નથી પરંતુ તેની માનસિક શક્તિ અને ક્ષમતાને પણ જુએ છે.

ધોનીની કેપ્ટનશીપ હેઠળ કારકિર્દીની શરૂઆત કરી

આર અશ્વિને તેની ક્રિકેટ કારકિર્દી મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાની હેઠળ શરૂ કરી હતી. અશ્વિને ધોની સાથે મળીને 2011 ODI વર્લ્ડકપ અને 2013 ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. અશ્વિન IPL 2024થી ક્રિકેટના મેદાનથી દૂર છે. અશ્વિન હવે મોટાભાગે માત્ર ટેસ્ટ ક્રિકેટમાં જ રમતા જોવા મળે છે. છેલ્લી વખત અશ્વિન ઈંગ્લેન્ડ સાથે રમાયેલી ટેસ્ટ સિરીઝમાં ટીમ ઈન્ડિયા તરફથી રમ્યો હતો. અશ્વિને આ સિરીઝમાં પોતાની 600 વિકેટ પણ પૂરી કરી હતી.