અમરેલીમાં ખાખીને કલંક: 14 વર્ષની સગીરા પર દુષ્કર્મનો આરોપી ઝડપાયો, પરંતુ વધુ એક કેસનો આરોપી પોલીસકર્મી હજુ ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Amreli News: સામાન્ય રીતે પોલીસ ગુનેગારોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવાનો કેસ સોલ્વ કરવાનો દાવો કરતી હોય છે, અને મોટા ઉપાડે પ્રેસ કોન્ફરન્સ યોજી પોતાની ટીમને બિરદાવતી હોય છે. સીસીટીવી ફૂટેજ, હ્યુમન સર્વેલન્સ જેવા આધુનિક સ્ત્રોતો દ્વારા આરોપીઓને પાતાળમાંથી પણ શોધી કાઢવાની વાતો કરાય છે. જોકે, જ્યારે વાત પોતાના જ વિભાગની આવે ત્યારે આ દાવાઓ પોકળ સાબિત થતા હોય છે. અમરેલીમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં બે પોલીસકર્મીઓ સામે દુષ્કર્મની ગંભીર ફરિયાદ નોંધાઈ હતી. જેમાંથી ફરિયાદના એક કેસમાં એક પોલીસકર્મીની ધરપકડ થઈ ચૂકી છે. પરંતુ અન્ય એક કેસનો આરોપી પોલીસકર્મી છેલ્લા કેટલાક દિવસોથી પોલીસ પકડથી દૂર છે.
What's Your Reaction?






