અમરેલીના મોટા લીલિયાના નિલકંઠ સરોવરનું પાણી અચાનક લીલું થઈ ગયું, કેમિકલ ઠાલવ્યાની આશંકા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Amreli News: અમરેલી રોડ પર આવેલા મોટા લીલિયાના પ્રખ્યાત નિલકંઠ સરોવરમાં કોઈ અજાણ્યા પદાર્થ ઠાલવવામાં આવ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે, જેના કારણે સરોવરનું પાણી લીલુંછમ બની ગયું છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકો અને તંત્રમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
સરોવરનું પાણી લીલું બન્યું
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, નિલકંઠ સરોવરના પાણીનો રંગ અચાનક બદલાઈને લીલો થઈ ગયો હતો. આ બાબતની જાણ થતાં લીલિયાના સરપંચ દ્વારા તાત્કાલિક મામલતદાર સહિતના વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી.
What's Your Reaction?






