અમરેલી: લાઠી નજીક કાર-બસ અકસ્માતમાં 3ના મોત, શબવાહિની ન મળતા મૃતદેહો ટ્રેક્ટરમાં લઈ જવાયા, નેતાઓ સામે આક્રોશ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Amreli Accident: અમરેલી જિલ્લાના લાઠી નજીક ગઈકાલે (23મી મે) એક ખાનગી બસ અને કાર વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં ત્રણ મુસાફરોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ ગોઝારી ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. અકસ્માતની આ દુઃખદ ઘટના બાદ સ્થાનિક વહીવટી તંત્ર અને રાજકીય નેતાઓની બેદરકારી સામે આવી છે. ત્રણ લોકોના મોત થયા બાદ ઘટનાસ્થળે મૃતદેહોને હોસ્પિટલ પહોંચાડવા માટે લાઠીમાં કોઈ શબવાહિની ઉપલબ્ધ નહોતી. જેને કારણે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

