અમદાવાદમાં ભારે ગરમી વચ્ચે મેચ જોવા માટે ક્રિકેટરસિકો ઉમટી પડ્યા

મેચ શરૂ થયા બાદ પણ ભારે ભીડ ગેટની બહાર ભારે ભીડ જોવા મળી વિવિધ શહેરો અને અન્ય રાજ્યોમાંથી લોકો પહોંચ્યા અમદાવાદમાં IPL-2024 માં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝસ હૈદરાબાદ વચ્ચેની મેચ રમાઈ રહી છે. જ્યાં ભારે ગરમી વચ્ચે પણ મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો સ્ટેડિયમમાં ખાતે પહોંચ્યા છે. મેચ શરૂ થવા છતાં પણ મોટી સંખ્યામાં દર્શકો પહોંચી રહ્યા છે. અમદાવાદ સહિત વિવિધ શહેરો અને અન્ય રાજ્યોમાંથી પણ લોકો મેચ જોવા માટે પહોંચ્યા છે. આ વચ્ચે મોટી સંખ્યામાં દર્શકો મેચ જોવા માટે પહોંચી રહ્યા છે. મોદી સ્ટેડિયમના ગેટ નંબર 1ની બહારથી મોબાઈલ ફોન અને પર્સ ચોરી થયા છે. પોલીસ બંદોબસ્ત અને સિક્યુરિટી હોવા છતાં પણ સ્ટેડિયમમાં પ્રવેશ મેળવતી વખતે ફોનની ચોરી થવાની ઘટના સામે આવી રહી છે. જ્યારે ગુજરાતની ટીમને સપોર્ટ કરવા દૂર દૂર થી આવ્યા ક્રિકેટપ્રેમીઓ પહોંચ્યા છે. જે સાથે જ સ્ટેડિયમમાંએક જ ચાલે, ગિલ ચાલે ના નારા સાથે ક્રિકેટપ્રેમીઓ સ્ટેડિયમમાં પહોંચ્યા છે. ક્રિકેટ સ્ટેડિયમમાં વ્યવસ્થાઓને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં નારાજગી જોવા મળી રહી છે. દૂર દૂરથી આવતા ક્રિકેટ રસિકોનો સામાન સ્ટેડિયમમાં મૂકવાની વ્યવસ્થા કરવી જોઈએ તેવી પણ રજુઆત કરવામાં આવી છે. IPLની મેચ જોવા આવનારા પ્રેક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશ મેળવવા માટે ત્રણ જેટલા સિક્યુરિટી લેયરમાંથી પસાર થવું પડે છે. ક્રિકેટ સ્ટેડિયમમાં પાણીની બોટલ, લાકડી, પ્લાસ્ટિકની પાઇપ, હેન્ડ્સ ફ્રી, એરપોડ, ચાર્જર, પાવર બેંક, બેગ, ખાવાપીવાની ચીજ વસ્તુઓ અથવા મોબાઈલ સિવાયની ઇલેક્ટ્રોનિક કોઈપણ વસ્તુ લઈ જવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

અમદાવાદમાં ભારે ગરમી વચ્ચે મેચ જોવા માટે ક્રિકેટરસિકો ઉમટી પડ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મેચ શરૂ થયા બાદ પણ ભારે ભીડ
  • ગેટની બહાર ભારે ભીડ જોવા મળી
  • વિવિધ શહેરો અને અન્ય રાજ્યોમાંથી લોકો પહોંચ્યા

અમદાવાદમાં IPL-2024 માં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝસ હૈદરાબાદ વચ્ચેની મેચ રમાઈ રહી છે. જ્યાં ભારે ગરમી વચ્ચે પણ મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો સ્ટેડિયમમાં ખાતે પહોંચ્યા છે. મેચ શરૂ થવા છતાં પણ મોટી સંખ્યામાં દર્શકો પહોંચી રહ્યા છે. અમદાવાદ સહિત વિવિધ શહેરો અને અન્ય રાજ્યોમાંથી પણ લોકો મેચ જોવા માટે પહોંચ્યા છે.

આ વચ્ચે મોટી સંખ્યામાં દર્શકો મેચ જોવા માટે પહોંચી રહ્યા છે. મોદી સ્ટેડિયમના ગેટ નંબર 1ની બહારથી મોબાઈલ ફોન અને પર્સ ચોરી થયા છે. પોલીસ બંદોબસ્ત અને સિક્યુરિટી હોવા છતાં પણ સ્ટેડિયમમાં પ્રવેશ મેળવતી વખતે ફોનની ચોરી થવાની ઘટના સામે આવી રહી છે.


જ્યારે ગુજરાતની ટીમને સપોર્ટ કરવા દૂર દૂર થી આવ્યા ક્રિકેટપ્રેમીઓ પહોંચ્યા છે. જે સાથે જ સ્ટેડિયમમાંએક જ ચાલે, ગિલ ચાલે ના નારા સાથે ક્રિકેટપ્રેમીઓ સ્ટેડિયમમાં પહોંચ્યા છે. ક્રિકેટ સ્ટેડિયમમાં વ્યવસ્થાઓને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં નારાજગી જોવા મળી રહી છે. દૂર દૂરથી આવતા ક્રિકેટ રસિકોનો સામાન સ્ટેડિયમમાં મૂકવાની વ્યવસ્થા કરવી જોઈએ તેવી પણ રજુઆત કરવામાં આવી છે.


IPLની મેચ જોવા આવનારા પ્રેક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશ મેળવવા માટે ત્રણ જેટલા સિક્યુરિટી લેયરમાંથી પસાર થવું પડે છે. ક્રિકેટ સ્ટેડિયમમાં પાણીની બોટલ, લાકડી, પ્લાસ્ટિકની પાઇપ, હેન્ડ્સ ફ્રી, એરપોડ, ચાર્જર, પાવર બેંક, બેગ, ખાવાપીવાની ચીજ વસ્તુઓ અથવા મોબાઈલ સિવાયની ઇલેક્ટ્રોનિક કોઈપણ વસ્તુ લઈ જવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.