અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર સર્જાયેલા અકસ્માતમાં મૃતકોની ઓળખ જાહેર થઈ

Accident News : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ નજીક ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં 10 લોકોના મોત થયા છે. નડિયાદ નજીક પૂરપાટ ઝડપે આવતી અર્ટિગા કાર ધડાકાભેર ટ્રેલરની પાછળ ઘુસી ગઈ હતી. જેને લઈને કારમાં સવાર આઠ લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય બે લોકોને ઈમરજન્સી 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં બે લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા. કારમાં સવાર તમામ 10 લોકોના મોત થયા છે.કાર વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહી હતી આ દરમિયાન નડિયાદ નજીક દુર્ઘટના બની હતી. અમદાવાદ પાર્સિંગની કાર છે જેનો નંબર GJ-27-EC-2578 છે. પોલીસ કાર નંબર અને ખિસ્સામાંથી મળેલ આધારકાર્ડની વિગતના આધારે મૃતકોની ઓળખ કરી રહી છે. પોલીસે અત્યાર સુધીમાં છ મૃતકોની ઓળખ કરી છે, જ્યારે અન્ય ચાર લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર, કાર ટેક્સી પાર્સિંગ ન હોવા છતા તેમાં પેસેન્જર બેસાડાયા હતા. તમામ મૃતકો અલગ અલગ શહેરના છે. મૃતકો વડોદરા, અમદાવાદ, વલસાડ, નડિયાદ, મુંબઈ અને રાજસ્થાનના હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં જીવ ગુમાવેલ તમામ મૃતકોના મૃતદેહનું પોસ્ટમોર્ટમ નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે કરાશે. મૃતકોના પરિવારજનો હોસ્પિટલ પર પહોંચવા લાગતા હોસ્પિટલ પરિસરમાં આક્રંદ છવાયો હતો.અકસ્માતના મૃતકોના નામ1. યોગેશ નરેન્દ્રભાઈ પંચાલ (અમદાવાદ)2. નીલકુમાર મુકેશભાઈ ભોજાણી (વડોદરા)3. જયશ્રીબેન મનોજભાઈ મિસ્ત્રી (વડોદરા)4. સોલંકી અમિત મનોજભાઈ (વાપી)5. શાહબુદ્દીન અબ્દૂલશકર અંસાર (મુંબઈ)6. સુરેન્દ્રસિંહ રાવત (રાજસ્થાન - ડ્રાઈવર)ટેક્નિકલ ખામીના કારણે રોડ પર ટેન્કર ઉભું હતું : ખેડા SPખેડાના SP રાજેશ ગઢવીએ કહ્યું કે, 'ટેક્નિકલ ખામીના કારણે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પર એક ટેન્કર ઉભું હતું. 10 લોકોને લઈ જઈ રહેલી એક કાર રોડ પર ઉભેલા ટેન્કર સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેમાંથી 8 લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા. બે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાયા, પરંતુ તેમના પણ મોત થયા. તંત્રએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મૃતદેહોને કારથી બહાર કાઢ્યા અને પરિવારજનો સાથે સંપર્ક કરવાની કામગીરી ચાલી રહી છે. આગળની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ટીમોની રચના કરી છે.'

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે  પર સર્જાયેલા અકસ્માતમાં મૃતકોની ઓળખ જાહેર થઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Accident News : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ નજીક ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં 10 લોકોના મોત થયા છે. નડિયાદ નજીક પૂરપાટ ઝડપે આવતી અર્ટિગા કાર ધડાકાભેર ટ્રેલરની પાછળ ઘુસી ગઈ હતી. જેને લઈને કારમાં સવાર આઠ લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય બે લોકોને ઈમરજન્સી 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં બે લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા. કારમાં સવાર તમામ 10 લોકોના મોત થયા છે.

કાર વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહી હતી આ દરમિયાન નડિયાદ નજીક દુર્ઘટના બની હતી. અમદાવાદ પાર્સિંગની કાર છે જેનો નંબર GJ-27-EC-2578 છે. પોલીસ કાર નંબર અને ખિસ્સામાંથી મળેલ આધારકાર્ડની વિગતના આધારે મૃતકોની ઓળખ કરી રહી છે. પોલીસે અત્યાર સુધીમાં છ મૃતકોની ઓળખ કરી છે, જ્યારે અન્ય ચાર લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર, કાર ટેક્સી પાર્સિંગ ન હોવા છતા તેમાં પેસેન્જર બેસાડાયા હતા. તમામ મૃતકો અલગ અલગ શહેરના છે. મૃતકો વડોદરા, અમદાવાદ, વલસાડ, નડિયાદ, મુંબઈ અને રાજસ્થાનના હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં જીવ ગુમાવેલ તમામ મૃતકોના મૃતદેહનું પોસ્ટમોર્ટમ નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે કરાશે. મૃતકોના પરિવારજનો હોસ્પિટલ પર પહોંચવા લાગતા હોસ્પિટલ પરિસરમાં આક્રંદ છવાયો હતો.

અકસ્માતના મૃતકોના નામ

1. યોગેશ નરેન્દ્રભાઈ પંચાલ (અમદાવાદ)

2. નીલકુમાર મુકેશભાઈ ભોજાણી (વડોદરા)

3. જયશ્રીબેન મનોજભાઈ મિસ્ત્રી (વડોદરા)

4. સોલંકી અમિત મનોજભાઈ (વાપી)

5. શાહબુદ્દીન અબ્દૂલશકર અંસાર (મુંબઈ)

6. સુરેન્દ્રસિંહ રાવત (રાજસ્થાન - ડ્રાઈવર)

ટેક્નિકલ ખામીના કારણે રોડ પર ટેન્કર ઉભું હતું : ખેડા SP

ખેડાના SP રાજેશ ગઢવીએ કહ્યું કે, 'ટેક્નિકલ ખામીના કારણે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પર એક ટેન્કર ઉભું હતું. 10 લોકોને લઈ જઈ રહેલી એક કાર રોડ પર ઉભેલા ટેન્કર સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેમાંથી 8 લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા. બે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાયા, પરંતુ તેમના પણ મોત થયા. તંત્રએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મૃતદેહોને કારથી બહાર કાઢ્યા અને પરિવારજનો સાથે સંપર્ક કરવાની કામગીરી ચાલી રહી છે. આગળની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ટીમોની રચના કરી છે.'