અમદાવાદ: માણેકચોકમાં જ્વેલર્સની નજર ચૂકવી ઘરેણાં ચોરનાર મહિલા ઝડપાઈ, ચોરી પાછળનું કારણ જાણી પોલીસ પણ ચકરાવે ચડી

May 16, 2026 - 00:30
અમદાવાદ: માણેકચોકમાં જ્વેલર્સની નજર ચૂકવી ઘરેણાં ચોરનાર મહિલા ઝડપાઈ, ચોરી પાછળનું કારણ જાણી પોલીસ પણ ચકરાવે ચડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Jewelry Theft In Ahmedabad: અમદાવાદમાં ચોરીના એક પછી એક બનાવો સતત વધી રહ્યા છે, જેમાં લૂંટારાઓ અવનવી તરકીબો અજમાવીને વેપારીઓને નિશાન બનાવી રહ્યા છે. ત્યારે જાણીતા ઘરેણાં બજાર માણેકચોકમાં ગ્રાહક બનીને આવેલી એક મહિલાએ વેપારીની નજર ચૂકવીને સોનાની 4 બંગડીઓની ચોરી કરી હતી. આ ઘટના બાદ વેપારીએ CCTV ફૂટેજના આધારે પોલીસ મથકમાં મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી મહિલાને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

આ ઘટના અંગે સેટેલાઈટ વિસ્તારમાં રહેતા અને ભાગીદારીમાં માણેકચોકમાં જ્વેલર્સની દુકાન ચલાવતા 31 વર્ષીય જીગર શૈલેષભાઈ શાહે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીની માયશા જ્વેલ્સ નામની સોના-ચાંદીના દાગીનાની દુકાનમાં રોજની જેમ તેઓ દુકાને હાજર હતા, ત્યારે એક અજાણી મહિલાએ દુકાનમાં સેલ્સમેનને વાતોમાં ભોળવીને સોનાની બંગડીઓની ચોરી લીધી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0