Surat: સરથાણામાં પ્રતિબંધિત દવાઓનું ઓનલાઇન રેકેટ ઝડપાયું, સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ કોલ્ડ્રિંક્સ અને ફ્રૂટ જ્યુસમાં ભેળવી કરતા નશો

Aug 26, 2026 - 18:30
Surat: સરથાણામાં પ્રતિબંધિત દવાઓનું ઓનલાઇન રેકેટ ઝડપાયું, સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ કોલ્ડ્રિંક્સ અને ફ્રૂટ જ્યુસમાં ભેળવી કરતા નશો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલ ગોકુલમ આર્કેડ સ્થિત એક દુકાનમાં પ્રતિબંધિત દવાઓનું ગેરકાયદેસર ઓનલાઇન વેચાણ ચાલતું હોવાની ચોક્કસ બાતમી સરથાણા પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે ગોકુલમ આર્કેડમાં દરોડો પાડીને નિકુંજ ગજેરા નામના શખ્સને ઝડપી લીધો હતો.

સુરતમાં નશાકારક દવાઓના ઓનલાઇન રેકેટ

તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, આરોપી નિકુંજ ગજેરા ડોક્ટરની કોઈ પણ ચિઠ્ઠી (પ્રિસ્ક્રિપ્શન) વિના પ્રતિબંધિત શિડ્યુલ H1 કેટેગરીની અત્યંત નશાકારક દવાઓનું મોટા પાયે ઓનલાઇન નેટવર્ક ચલાવીને દેશના વિવિધ ભાગોમાં વેચાણ કરતો હતો. પોલીસે સ્થળ પરથી ઓનલાઇન વેચાણ માટે તૈયાર કરાયેલા ૨૦૦થી વધુ દવાના પેકેટ્સ તેમજ ઓપરેશનમાં વપરાતા 3 આધુનિક લેપટોપ જપ્ત કર્યા છે.

વિદ્યાર્થીઓ સુધી પહોંચતી હતી નશાની ગોળીઓ

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપીએ તમિલનાડુ ખાતે 1000થી વધુ ટાપેન્ટાડોલની ગોળીઓ મોકલી હતી, જે ત્યાંના સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓને પહોંચાડવામાં આવતી હતી. આ વિદ્યાર્થીઓ ટાપેન્ટાડોલની ગોળીઓને કોલ્ડ્રિંક્સ અને ફ્રૂટ જ્યુસમાં ભેળવીને નશો કરવા માટે ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે. જપ્ત કરાયેલી દવાઓનું ડ્રગ્સ વિભાગની મદદથી એફએસએલ/લેબોરેટરી પરીક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે. દવાઓમાં નાર્કોટિક્સ કે નશાકારક દ્રવ્યોના અંશની પુષ્ટિ થતાં જ આરોપી સામે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ કડક ગુનો નોંધવામાં આવશે. આ દવાઓ ક્યાંથી ખરીદવામાં આવતી હતી અને તેના ઓનલાઇન કસ્ટમર બેઝમાં અન્ય કયા રાજ્યો કે ડીલરો સામેલ છે તે અંગે પણ તપાસ તેજ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Chotila: જાની વડલાના પુલ પાસેથી રૂ. 39.95 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો, ટ્રકના ટાંકામાં છુપાવેલી 14,544 બોટલ જપ્ત

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0