અંકલેશ્વરમાં બાપ્પાના આગમન ટાણે કરૂણાંતિકા: બે દુર્ઘટનામાં એકનું મોત, 12થી વધુ ઇજાગ્રસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ganesh Chaturthi 2025 : ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ગણેશજીની આગમન યાત્રા દરમિયાન બે અલગ અલગ ઘટનાઓમાં એક બાળકીનું કરુણ મોત થયું છે, જ્યારે આઠથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનાઓને પગલે સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ માતમમાં ફેરવાઇ ગયો છે.
ડીજેના ટેમ્પોએ બાળકીનો ભોગ લીધો
અંકલેશ્વરના ગડખોલ ગામ પાસે આવેલા હરિકૃપા સોસાયટીમાં ગણેશ સ્થાપના પહેલાં આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં ડીજેના ટેમ્પાની પાછળ પાછળ બાળકો નાચી રહ્યા હતા.
What's Your Reaction?






