Weather : વરસાદની ગતિ ધીમી પડતા ગરમીના તાપમાનમાં વધારો, રાજકોટમાં વધુ ગરમી

May 31, 2025 - 08:30
Weather : વરસાદની ગતિ ધીમી પડતા ગરમીના તાપમાનમાં વધારો, રાજકોટમાં વધુ ગરમી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં 4 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, સૌથી વધુ તાપમાન રાજકોટમાં 42.1 ડિગ્રી નોંધાયું છે, કંડલામાં 41.1 ડિગ્રી, ભાવનગરમાં 40 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી, અમરેલીમાં 39.3 ડિગ્રી, અમદાવાદમાં 39 ડિગ્રી, ગાંધીનગરમાં 38.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આજે રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી

દ.ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે, છોટાઉદેપુર, નર્મદામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે માછીમારોને 1 જૂન સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, અપર એર સર્ક્યુલેશન સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે.

કેટલાક જિલ્લામાં વરસાદને લઇ યલો એલર્ટ

ગુજરાતમાં સતત કમોસમી વરસાદ બાદ હવે ફરી ઉનાળાની ગરમી પડશે. ગરમીની સાથે રાજ્યના અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ રહી શકે. ઉત્તર-પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહી શકે. તેથી કેટલાક જિલ્લામાં વરસાદને લઇ યલો એલર્ટ જાહેર કરાયું છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં યલો એલર્ટ છે. પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં પણ યલો એલર્ટ છે.

આ શહેરોમાં છૂટોછવાયો વરસાદ રહેશે

રાજ્યના ઘણા શહેરોમાં ગરમી સાથે છૂટોછવાયો વરસાદ વરસવાની શક્યતા છે ત્યારે નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી છે. વરસાદની આગાહીના પગલે માછીમારોને 1 જૂન સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. અમદાવાદ, ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યમાં 1થી 2 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે. જ્યારે અમદાવાદમાં તાપમાન 39 ડિગ્રી રહેવાની શક્યતા છે.

 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0