Weather: ગુજરાતના આ શહેરોમાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી મોટી આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યના અનેક શહેરોમાં ગઈકાલે રાત્રે વાવઝોડા સાથે ભારે વરસાદ પડ્યો હતો. ત્યારે ફરી વરસાદ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે, આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે. આખા રાજ્યમાં વરસાદને લઈ યલો અલર્ટ અપાયું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.
વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે આગાહી કરી હતી કે, મહિના અંતમાં ભારે વરસાદ સાથે વાવાઝોડું આવશે ત્યારે રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાવઝોડાની અસર દેખાઈ રહી છે. ત્યારે વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો ગાંધીનગરમાં પણ ભુક્કા બોલાવી દે તેવો વરસાદ પડવાની સંભાવના છે.
રાજ્યમાં આવતીકાલથી વરસાદની ગતિ ધીમી પડશે
રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં આજે મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્ય તરફ વરસાદ આપતી બે વરસાદી સિસ્ટમ સક્રિય છે તેથી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી છે. વરસાદી ટ્રફ લાઈન પસાર થતી હોવાથી વરસાદની આગાહી છે. રાજ્યમાં આવતીકાલથી વરસાદની ગતિ ધીમી પડશે. વરસાદ અને વાવાઝોડાના પગલે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમા મધ્યમ વરસાદની આગાહી છે.
What's Your Reaction?






