Weather Update : આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની આગાહી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં કાળઝાળ ગરમી અને અસહ્ય બફારા વચ્ચે હવામાન વિભાગે રાજ્યના નાગરિકો માટે રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગની તાજી આગાહી અનુસાર, આગામી સાત દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં મેઘમહેર જોવા મળશે. નૈઋત્યનું ચોમાસું તીવ્ર ગતિએ આગળ વધી રહ્યું છે, જેને પગલે રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવવાની પૂરેપૂરી સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસું હાલ મહારાષ્ટ્રથી લઈને બિહાર સુધી આગળ વધી ચૂક્યું છે, જેના કારણે ગુજરાતમાં પણ પ્રી-મોન્સૂન એક્ટિવિટી વેગવાન બની છે.
7 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદ
આગામી 7 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ, ડાંગ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે. હવામાન નિષ્ણાતોના મતે, શરૂઆતના તબક્કામાં દક્ષિણના સરહદી જિલ્લાઓને ઘમરોળ્યા બાદ આ વરસાદી સિસ્ટમ ધીમે-ધીમે આગળ વધશે અને દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓ તરફ પ્રયાણ કરશે.
સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ વરસાદ
દક્ષિણ ગુજરાતની સાથે-સાથે સૌરાષ્ટ્રના પ્રદેશો માટે પણ સારા સમાચાર છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ આગામી દિવસોમાં હળવો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તેજ પવન ફૂંકાવાની સાથે વાતાવરણ ઠંડકભર્યું બનશે, જેનાથી સ્થાનિક લોકોને અસહ્ય ગરમીમાંથી મોટી રાહત મળશે. હવામાન વિભાગની આ આગાહીથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને તેઓએ ચોમાસુ પાકની વાવણી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તંત્ર દ્વારા માછીમારોને પણ દરિયા કિનારે સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો--- Gujarat Latest News Live: 7 દિવસ દ. ગુજરાતમાં વરસાદની આગાહી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

