Weather News : ગુજરાતમાં ફરી ભારે વરસાદની કરાઈ આગાહી, નવરાત્રિ વરસાદ પાડી શકે છે ગરબામાં ભંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં નવરાત્રિના રંગમાં વરસાદ પાડી શકે છે ભંગ કેમકે, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે, રાજ્યમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, ઉત્તર ગુજરાત અને કચ્છમાંથી ચોમાસાની વિદાય થઈ છે, તો પણ ચોમાસાની વિદાય વચ્ચે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગાજવીજ સાથે 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે
અમદાવાદમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, ભરુચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીરસોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ
અમદાવાદ શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, વસ્ત્રાપુર, નવા વાડજ, રાણીપ, ગોતા, એસજી હાઈવે, બોડકદેવ, સિંધુ ભવન રોડ, કાલુપુર, રાયપુર, જમાલપુર, ખાડિયા, રાયખડ, નિકોલ, નારોલ, નરોડા, ઠક્કરબાપાનગર, મેમનગર, બાપુનગર, વિજય ચાર રસ્તામાં વરસાદ વરસી રહ્યો છે, તો શહેરીજનોને ગરમીથી રાહત પણ મળી છે.ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 81 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 81 તાલુકામાં વરસાદ નોંધાયો છે, સૌથી વધુ વાગરામાં 3.78 ઇંચ વરસાદ, સુરતમાં 3.31 ઇંચ, લાઠીમાં 2.13 ઇંચ વરસાદ, ગઢડામાં 1.97 ઇંચ, વંથલીમાં 1.81 ઇંચ વરસાદ, બાબરામાં 1.77 ઇંચ, લિલિયામાં 1.54 ઇંચ વરસાદ, તળાજામાં 1.42 ઇંચ, વાઘોડિયામાં 1.18 ઇંચ વરસાદ, કામરેજમાં 1.18 ઇંચ, ઝઘડિયામાં 1.14 ઇંચ વરસાદ, ગરબાડામાં 1.02 ઇંચ, વડોદરામાં 0.98 ઇંચ વરસાદ નોંધાયો છે.
What's Your Reaction?






