Weather News : ગુજરાતમાં આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી, મહેસાણામાં અતિભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ અપાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આજે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, મહેસાણામાં અતિભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, સાબરકાંઠા, અરવલ્લીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જૂનાગઢમાં પણ અતિભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, રાજ્યના અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી
અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે, રાજયમાં હાલ વરસાદને લઈ મોન્સૂન ટ્રફ અને સાયકલનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે, જેમાં સૌરાષ્ટ્ર, દ.ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે, રાજ્યના દરિયાકાંઠે સિગ્નલ 3 લગાવવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 234 તાલુકાઓમાં વરસાદ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 234 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, સૌથી વધુ દ્વારકાના ભાણવડમાં 5 ઈંચ વરસાદ, જામજોધપુરમાં 4.49 ઈંચ, ભેસાણમાં 4.37 ઈંચ, ધરમપુરમાં 4.29 ઈંચ, નડિયાદમાં 4.02 ઈંચ, કોટડા-સાંગાણીમાં 3.98 ઈંચ વરસાદ, પારડીમાં 3.90 ઈંચ, પાલનપુરમાં 3.58 ઈંચ, વ્યારામાં 3.50 ઈંચ, વિજયનગરમાં 3.31 ઈંચ, ગણદેવીમાં 3.23 ઈંચ, ખેડબ્રહ્મામાં 3.15 ઈંચ, દાંતામાં 2.95 ઈંચ, શિનોરમાં 2.95 ઈંચ, સોનગઢમાં 2.95 ઈંચ, વિસનગરમાં 2.87 ઈંચ, ખેરગામમાં 2.76 ઈંચ, પોશીનામાં 2.64 ઈંચ વરસાદ નોંધાયો છે.
અલગ-અલગ જિલ્લામાં 20 SDRFની ટીમ ડિપ્લોય કરવામાં આવી છે
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ૮૦.૮૪ ટકા તેમજ અન્ય ૨૦૬ જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના ૭૫.૭૪ ટકા જેટલા ભરાઈ ગયા છે. આમ, સમગ્ર રાજ્યમાં વરસાદના પગલે ૭૩ ડેમને હાઇ એલર્ટ, ૩૫ ડેમને એલર્ટ અને ૧૬ ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે. રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન તા. ૦૧ જૂન, ૨૦૨૫ થી આજ દિન સુધીમાં વરસાદના પગલે વહીવટી તંત્ર દ્વારા ૫,૨૦૫ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, તેમજ ૯૦૦ નગરિકોનું રેસ્ક્યૂ કરીને બચાવી લેવામાં આવ્યા છે. વધુમાં, વહીવટી તંત્ર દ્વારા ૧૨ NDRFની ટીમ તેમજ ૨૦ SDRFની ટીમ ડિપ્લોય કરવામાં આવી છે, આ ઉપરાંત ૦૧ NDRFની અને ૧૩ SDRFની ટીમ હેડ ક્વાર્ટર ખાતે રિઝર્વ રાખવામાં આવી છે.
માછીમારોએ 25 ઓગસ્ટ સુધી દરિયો ના ખેડવા સૂચના
ગુજરાતમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૬૮૧.૧૪ મિમી એટલે કે ૭૭.૨૪ ટકા નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૮૦.૫૧ ટકા, કચ્છ વિસ્તારમાં ૮૦.૨૬ ટકા, સૌરાષ્ટ્રમાં ૭૭.૩૯ ટકા, ઉત્તર ગુજરાતમાં ૭૫.૮૭ ટકા અને સૌથી ઓછો પૂર્વ મધ્ય ગુજરાતમાં ૭૩.૪૦ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતનાં દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને તા. ૨૨ થી ૨૫ ઓગષ્ટ, ૨૦૨૫ સુધી દરિયો ન ખેડવા ચેતવણી પણ આપવામાં આવી છે.
What's Your Reaction?






