Weather News : અંબાલાલ પટેલની વરસાદને લઈ મોટી આગાહી, ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં વરસી શકે છે અતિભારે વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી સામે આવી છે જેમાં બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની છે અને આ સિસ્ટમ ગુજરાત તરફ આવશે અને વરસાદ વરસી શકે છે, ગુજરાતમાં 3 થી 8 ઇંચ જેટલો સરેરાશ વરસાદ પડવાની સંભાવના વ્યકત કરાઈ છે, પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેલી છે અને પંચમહાલ, મહિસાગરમાં અતિભારે વરસાદ રહેશે.
મધ્ય ગુજરાતમાં પણ અતિભારે વરસાદની સંભાવના : અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે, ભરૂચ, જંબુસર, ખંભાત, તારાપુર, આણંદ, નડિયાદ, કપડવંજ, ખેડા, પાટણ, સમી, હારીજ, મહેસાણા, બનાસકાંઠામાં પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે.
14 થી 17 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી : અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તે સિવાય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે તેમજ પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે, અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે, સાથે સાથે ભારે વરસાદના કારણે તાપી, નર્મદા અને સાબરમતી નદીમાં જળસ્તર વધશે અને ખેડૂતો વરસાદમાં વાવેતર કરશે તો તેમને પણ પાક સારો મળી શકશે. બંગાળના ઉપસાગરમાં વરસાદની નવી સિસ્ટમ બનશે : અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, નવરાત્રિમાં ગરમી સાથે વરસાદી માહોલ રહેશે અને છઠ્ઠા નોરતાથી દશેરા સુધી વરસાદી ઝાપટાં પડી શકે છે, દિવાળી આસપાસ વાદળછાયું વાતાવરણ રહેશે અને નવેમ્બરની શરૂઆત સુધી વરસાદી અસર રહી શકે છે. વરસાદની અસર દરિયામાં પણ જોવા મળશે કેમકે, બંગાળના ઉપસાગરમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે જેના કારણે દરિયામાં મોટા મોજા ઉછળી શકે છે અને આ વરસાદની આગાહી સપ્ટેમ્બરના મહિનાના અંત સુધીની છે. નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થઈ શકે : અંબાલાલ પટેલ
નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થઈ શકે છે, રાજ્યમાં 14 સપ્ટેમ્બર સુધી વરસાદી ઝાપટા પડશે, સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાત વરસાદની આગાહી કરાઈ છે. સાબરકાંઠાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ પણ ભાગમાં 4 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે, સાબરમતી નદીમાં પાણીનો આવરો આવે અને નર્મદા ડેમની પાણીની આવક વધી શકે છે, નર્મદા બે કાંઠે વહી શકે છે, તાપી નદીમાં પાણીનો પ્રવાહ વધી શકે છે.
What's Your Reaction?






