Wankanerમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા: રૂ.35.49 લાખના વિદેશી દારૂ અને મુદ્દામાલ સાથે 4 શખ્સોની ધરપકડ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને દારૂના નેટવર્ક સામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા સતત સકંજો કસવામાં આવી રહ્યો છે. તાજેતરમાં મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાંથી SMCની ટીમે બાતમીના આધારે એક મોટી સફળતા મેળવી છે. વાંકાનેર જકાતનાકા ચાર રસ્તા નજીક ચોક્કસ બાતમીના આધારે SMCની ટીમે વોચ ગોઠવીને દરોડો પાડ્યો હતો. આ આકસ્મિક રેડ દરમિયાન વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાઈ જતાં બુટલેગરો અને દારૂના નેટવર્ક સાથે સંકળાયેલા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
કુલ રૂ.35.49 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
આ દરોડા દરમિયાન પોલીસ દ્વારા વાહનમાંથી વિદેશી દારૂની ૫૫ પેટી, એટલે કે કુલ 658 બોટલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા વિદેશી દારૂની કિંમત આશરે રૂ.10.41 લાખથી વધુ થાય છે. આ ઉપરાંત દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલ વાહન અને અન્ય સામગ્રી સહિત કુલ રૂ.35,49,074નો મસમોટો મુદ્દામાલ SMC દ્વારા કબજે કરવામાં આવ્યો છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા રાજસ્થાનના ચિતલવાણા તાલુકાના 4 શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે.
રાજસ્થાનના 4 શખ્સો ઝડપાયા, અન્ય ચાર વોન્ટેડ જાહેર
પ્રાથમિક તપાસમાં આ ઇન્ટરસ્ટેટ દારૂના નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય ચાર શખ્સોને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જાળોર, ગુડગાંવ અને મોરબીના શખ્સો તેમજ ફોર્ચ્યુનર ગાડીના માલિકની સંડોવણી સામે આવતા પોલીસે તેમની શોધખોળ સઘન બનાવી છે. પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ અને BNS (ભારતીય ન્યાય સંહિતા) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને ફરાર આરોપીઓને વહેલી તકે ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

